નેપાળ ફ્લેશ ફ્લડમાં ગુમ સુરતનાં પરિવારે તા.૨૩મીએ પરિવાર સાથે છેલ્લી વાત કરી પછી સંપર્ક તૂટ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026  |   2277

નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત અને ભારે તારાજી વચ્ચે સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો સંપર્કવિહોણા થતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોનાં જણાવ્યા મુજબ ૨૩ ઓગસ્ટે લાપતા થયેલા પરિવાર સાથે છેલ્લી વખત ટેલિફોનિક વાતચીત થઈ હતી. તે સમયે તેમણે ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવી માનસરોવર તરફ આગળ વધી રહ્યા હોવાનું કહ્યું હતું. ત્યારબાદથી તેમના મોબાઇલ ફોન બંધ આવતા પરિવારજનોની ચિંતા વધી છે. પૂરની વિનાશક ઘટનાના થોડા કલાકો પહેલાં જ મૂળ સુરતનાં અને છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પાટીદાર દંપતી પરેશ પટેલ અને તેમના પત્ની જ્યોતિબેન પટેલે ચીન-નેપાળ બોર્ડર પર આવેલા ફ્રેન્ડશિપ બ્રિજ પાસે તસવીર ખેંચાવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરતના ૫૮ વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર પરેશ પટેલ અને તેમના ૫૪ વર્ષીય પત્ની જ્યોતિબેન પટેલ માનસરોવર યાત્રા માટે ૨૦ ઓગસ્ટે અમેરિકા ખાતેથી સીધા નેપાળ પહોંચ્યા હતા. મુંબઈમાં રહેતી પરેશ પટેલની બહેન મીનાક્ષીબેન રામાણી પણ યાત્રામાં જાેડાવા માટે ૨૨ ઓગસ્ટે નેપાળ પહોંચી હતી. ત્યારબાદ પરેશ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન ત્રણેય માનસરોવર યાત્રા માટે આગળ રવાના થયા હતા.

પરિવારજનોનાં જણાવ્યા મુજબ ૨૩ ઓગસ્ટે પરેશ પટેલ અને પરિવાર સાથે છેલ્લી વખત વાતચીત થઈ હતી. તે સમયે તેમણે ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું જણાવી તેઓ માનસરોવર તરફ આગળ વધી રહ્યા હોવાનું કહ્યું હતું. જાે કે, આ વાતચીત બાદથી પરિવારનાં સભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી. તેમના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યા હોવાથી પરિવારજનોમાં ચિંતા વધુ ઘેરી બની છે. પૂરની વિનાશક ઘટનાના થોડા કલાકો પહેલાં જ મૂળ સુરતનાં અને છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા પાટીદાર દંપતી પરેશ પટેલ અને તેમના પત્ની જ્યોતિબેન પટેલે ચીન-નેપાળ બોર્ડર પર આવેલા ફ્રેન્ડશિપ બ્રિજ પાસે તસવીર ખેંચાવી હતી. પરિવારના સભ્યો લાપતા થતાં તેમના વૃદ્ધ માતા સહિત અન્ય સગાસંબંધીઓ પણ ભારે ચિંતામાં મુકાયા છે. પરિવારજનો દ્વારા સરકાર અને વિદેશ મંત્રાલયને તાત્કાલિક હસ્તક્ષેપ કરી લાપતા થયેલા સભ્યોને શોધી કાઢવા અને તેઓ હેમખેમ પરત ફરે તે માટે મદદ કરવાની વિનંતી કરવામાં આવી છે. સુરતના પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં લાપતા સભ્યોની શોધખોળ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પરિવારજનો તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા નેપાળ ખાતે ભારતીય દૂતાવાસ અને ભારતના વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution