તમે આકાશમાંથી પાણી અથવા બરફનો વરસાદ પડતા જોયા હશે. પરંતુ લોકોએ કરચલા, દેડકાના અનોખા વરસાદ વિશે પણ સાંભળ્યુ છે, પરંતુ હવે સ્વિટ્ઝર્લન્ડના ઓલ્ટન સિટી પર ચોકલેટ પાવડરના વરસાદથી બધાને આંચકો લાગ્યો છે. જ્યારે આ શહેરના લોકો સવારે ઉઠ્યા ત્યારે તેઓએ ચોકલેટ પાવડરનો એક સ્તર જોયો.જો કે, આ પડ પર્યાવરણ માટે હાનિકારક નહોતું.

અહેવાલો અનુસાર, લિન્ડટ એન્ડ સ્પ્રિંગલી કંપનીની ચોકલેટ ફેક્ટરી ઝુરિચ અને બેસલ શહેરની વચ્ચે ઓલ્ટન શહેરમાં આવેલી છે. આ કંપનીમાં ચોકલેટ બનાવવા માટે વપરાયેલો શેકેલા કોકો નિબ્સ લાઇનની ઠંડક વેન્ટિલેશનમાં થોડી ખામી હતી. જેના કારણે જોરદાર પવન સાથે ફેક્ટરીના નજીકના વિસ્તારોમાં કોકો પાવડર ફેલાયો હતો. કંપનીએ આ વિશે જણાવ્યું છે કે શુક્રવારે સવારે ભારે પવનને કારણે કોકો પાવડર કંપની નજીકના વિસ્તારોમાં ફેલાયો હતો. કંપની નજીકમાં ફેલાયેલા કોકો પાવડરને સાફ કરવા માટેના ખર્ચ પણ ઉઠાવી લેશે.

પરંતુ અહીંના વહીવટીતંત્રએ આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. કંપનીએ એમ પણ કહ્યું છે કે તેની કંપનીની કામગીરી પર તેની કોઈ અસર નહીં પડે, આ ઘટનાના ફોટા પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત બ્રિટીશ રાજદૂતે ટ્વિટ કર્યું છે કે અમે વચન આપી શકતા નથી કે જ્યારે તમે મુસાફરી કરો ત્યારે આવું થશે, પરંતુ આ અઠવાડિયે સ્વિટ્ઝર્લન્ડમાં ચોકલેટનો વરસાદ થયો છે.