લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026 |
1782
નામચીન કીતિર્ પટેલ સાથે મળી બિલ્ડરની બદનામી કરવા સાથે ખંડણી વસુલનાર સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાની પુણા પોલીસે ઝડપી પાડી છે. કાંગારૂ સર્કલ પાસે રેશ્મા રો હાઉસમાં રાજુભાઈ રામભાઈ ભમ્મર તેમના પરિવાર સાથે રહે છે. ગત પાંચમી જુને તેમને કીતિર્ પટેલે કોલ કરીને કહ્યું હતું કે, તારા ભાઇ વિક્રમ ઉર્ફે મુન્નાને તારી પત્ની સાથે અનૈતિક સંબંધ છે. આ સાંભળી ચોંકેલા રાજુ ભમ્મરે મોઢું સંભાળી વાત કરવા કહ્યું તો તેણીએ વધુ અશ્લીલ વાતો કરી પત્ની અને ભાઇ અંગે આડી અવળી વાતો કરવા માંડી હતી. સાથે જ તેણીએ રાજુને હું તને જોઈ લઈશ એવી ધમકી આપી કોલ કટ કરી દીધો હતો. બાદમાં કિર્તી પટેલે ઇન્સ્ટાગ્રામ આઇડી રાજુ ભમ્મરની પત્નીને તેના ભાઇ સાથે આડા સંબંધ હોવાના આરોપનો વીડિયો બનાવ્યો હતો. ભમ્મરે ૨૫૦ છોકરીઓની જિંદગી બગાડી છે એવો સંગીન આરોપ લગાવતા રાજુ ભમ્મરે કીતિર્ અડાલજા તથા નયના નાનજીભાઈ બારૈયા સામે ૧૨ જુલાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રાજુ ભમ્મરની ફરિયાદ અનુસાર નયના બારૈયા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. નયના સાથે તે ૨૧ મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યો હતો. હાલ નયના સાથેના લિવ ઇન પુરા કરી દીધા છે. છૂટા પડ્યા બાદ નયના બારૈયાનાં કહેવાથી આ કીતિર્ પટેલે રાજુ અને તેના પરિવારનાં ચારિત્ર્ય અંગે ખોટા કથનો સાથે બદનામી કરતા વીડિયો બનાવવા માંડ્યા છે. બળાત્કારનાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ બંનેએ દોઢ કરોડ પડાવ્યા હતાં. આ કેસમાં ત્રણ મહિનાથી નાસતી ફરતી નયના બારૈયાને પુણા પોલીસે ઝડપી પાડી છે.