ગીર સોમનાથ

ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાકાળના કારણે ફિસ એક્સપોર્ટને મોટી અસર પહોંચી છે. છેલ્લા ૮ મહીનાથી ચાઇના સહીત વિશ્વના દેશોમાં માછલીઓની નિકાસ ઘટી છે. જેના કારણે માછલીની નિકાસ સાથે ફીશ ઉધોગકારોના કરોડો રૂપીયા પણ વિદેશોમા ફસાયા છે. જેમાં કોરોનાને લીધે બે મહીનાથી વધુ સમયથી કન્ટેનરો વિદેશમા ફસાયા છે.

કોરોના સંક્રમણ બાદ વિશ્વના દેશોમાં અને ખાસ કરીને ચાઇનામાં માછલીઓની આયાત ૪૦% જેટલી ઘટી છે. કોવિડ બાદ વધુમાં વધુ એક દિવસમાં ૨૦થી લઈને ૪૦ જેટલા કન્ટેનરોની તપાસ કર્યા બાદ ચાઇના સહીત વિશ્ર્‌વના કેટલાક દેશોમાં સંભાળવામા આવે છે, જેને કારણે છેલ્લા બે મહીનાથી વેરાવળ બંદર પરથી રવાના થયેલા ચાઇના અને અન્ય દેશોના બંદરો પર વેરાવળના કન્ટેનરો ત્યાં ફસાયેલા જાેવા મળી રહ્યા છે.