/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

તકલાદી કામની પોલ ખુલી!

નડિયાદ, તા.૬  

નડિયાદ તાલુકાના આખડોલ ગામ પાસેથી પસાર થતી મહિ કેનાલમાં આજે બપોરના સુમારે મસમોટું ગાબડું પડ્યું હતું. ગાબડાંને લઈ કેનાલ પાસેથી પસાર થતો રોડ ધોવાઈ ગયો હતો. ગણતરીની જ મિનિટોમાં રોડ બે ભાગમાં વહેંચાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો હતો. કેનાલમાં પડેલાં ગાબડાંને લઈ કેનાલના પાણી આજુબાજુના ખેતરમાં ઘૂસી જતાં ખેતર માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જાેકે, આ ઘટનાની જાણ તંત્રને થતાં જ સિંચાઈ વિભાગની ટીમ સહિત સ્થાનિક ગ્રામજનો દ્વારા ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરાઈ હતી. કેનાલમાં ગાબડું પડતાં સીમ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો. ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે હજારો ક્યુસેક પાણીનો વેડફાટ થયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. એટલું જ નહિ સિંચાઈ વિભાગ અને બાજુમાં બનાવવામાં આવેલાં રોડ વિભાગના તકલાદી કામની આજે પોલ ખુલ્લી પડી ગઈ હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution