/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આણંદમાં ૧૦૦% ઘરોને નળ કનેક્શનથી જાેડવાનો ટાર્ગેટ 

આણંદ : આણંદ જિલ્લો ગુજરાતની મધ્યમાં આવેલો છે. ચરોતર અને ભાલ પંથકથી પણ ઓળખાય છે. આણંદ જિલ્લાની બાજુમાંથી મહીસાગર નદી પસાર થાય છે, જેનાં કારણે જિલ્લામાં વિકાસનો નવો માર્ગ મળ્યો છે. મહીસાગર જેવી નદીઓના પ્રદેશમાં ખેત પેદાશ, પશુપાલન અને તેને સાંકળતા વ્યવસાયમાંથી રોજગાર અને ઔદ્યોગિક વિકાસને લઇ આર્થિક અને સામાજિક સ્તાર પણ ઊંચું લાવવામાં સફળતા મળી છે. આણંદ જિલ્લામાં ૨૬૨ ગામોના ૩.૮૯ લાખ ઘરોમાં નળ કનેક્શન છે અને હવે બાકી રહેલાં ૯૫ ગામોનાં ૫૯૦૦ ઘરોને નળ કનેકશનથી જાેડાશે. પરિણામે ૧૦૦ ટકા નળ કનેક્શન ધરાવતાં ઘરો થઈ જશે.  

આણંદ જિલ્લાના નાગરિકોને પીવાના પાણીની મુશ્કેાલી ન પડે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જિલ્લામાં કુલ ૩૪૭ ગામો અને ૧૧ શહેરોનો સમાવેશ થાય છે. જિલ્લાની કુલ વસતિ વર્ષ ૨૦૨૦ મુજબ અંદાજે ૨૩.૮૨ લાખ છે, જેમાં ૬.૫૮ લાખની વસતિ ૧૧ શહેરી વિસ્તારમાં તથા ૧૭.૨૪ લાખની વસતિ ગ્રામ્યે વિસ્તારમાં વસે છે.

આણંદ જિલ્લામાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા માટે જિલ્લાના આઠ તાલુકાના કુલ ૩૪૭ ગામો અને ૧૧ શહેરો પૈકી ૧૦ જૂથ યોજનાઓ મારફતે ૧૦૮ ગામોને જૂથ યોજનાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ૨૩૯ ગામો અને ૧૧ શહેરો પોતાના સ્વાતંત્ર સોર્સ આધારિત વ્યકિતગત યોજના દ્વારા પાણી પૂરવઠો મેળવે છે.

આણંદ જિલ્લામાં સરફેસ સોર્સ આધારિત મિલરામપુરા-ગોરાડ સુધારણા યોજના હેઠળ હાલ રૂ. ર૪.૧૦ કરોડના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત તારાપુર રૂબર્નનું કામ રૂ. ૭.૦૧ કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. રૂ. ૧.૦૨ કરોડના ખર્ચની ૧૫ જેટલી નવી મિની યોજનાઓના કામો મંજૂર કરવામાં આવ્યા છે. હાલ નવીન મહીનદી આધારિત ઉમરેઠ નોર્થ અને સાઉથની અનુક્રમે રૂ. ૪૧૬૬.૮૩ અને રૂ. ૮૯૭૨.૮૮ ના ખર્ચની જૂથ પાણી પૂરવઠા યોજનાઓને પ્રાથમિક મંજૂરી મળેલ છે. વધુમાં હાલ આણંદ જિલ્લામાં છ નગરપાલિકાના એસટીપીના કામોને રૂ. ૯૮.૮૨ કરોડની વહીવટી મંજૂરી મળેલ છે, જેમાં આંકલાવ, ઉમરેઠ, બોરિયાવી, ઓડ, બોરસદ અને ખંભાતનો સમાવેશ થાય છે. તે પૈકી હાલ બોરસદ અને ઉમરેઠના એસટીપીના અનુક્રમે રૂ. ૧૬.૧૪ કરોડ અને રૂ. ૧૨.૫૩ કરોડના કામો પ્રગતિમાં છે. ઓડ એસટીપીના રૂ. ૮.૨૨ કરોડના કામને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

વાસ્મો દ્વારા આણંદ જિલ્લાના ૨૬૨ ગામોના ૩,૮૯,૩૩૭ ઘરો નળ કનેકશનથી જાેેડી દેવામાં આવ્યા છે. બાકી રહેલા ૯૫ ગામોના ફકત ૫૯૦૦ ઘરોને નળ કનેકશનથી જાેડવાનો ટાર્ગેટ છે. આ આણંદ જિલ્લાને નિર્ધારીત સમય પ્રમાણે “નલ જે જલ” યોજના અંતર્ગત સંપૂર્ણપણે ટેપ કનેકશનથી જાેેડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution