/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રાષ્ટ્રીયકક્ષાની આયુર્વેદ સંશોધન સંસ્થાનું ધનતેરસના દિવસે PM મોદીના હસ્તે લોકાર્પણ

જામનગર-

એકવીસમી સદીમાં વૈશ્ર્વિક સ્તરેે આયુર્વેદ વિકાસનું નુત્વ કરવા માટે જામનગર ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ઇટ્રા)નું ઘનતેરસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઓનલાઇન લોકાર્પણ કરવામાં આવશે. હાલ સમગ્ર વિશ્ર્વ જયારે કોરોના મહામારીથી પ્રભાવિત છે ત્યારે ભારત આયુર્વેદના સથવારે રોગ સામે બાથ ભીડી રહ્યો છે. આ સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા રાષ્ટ્રને મહામુલી આયુર્વેદ ક્ષેત્રની રાષ્ટ્રીય મહત્વતા ધરાવતી સંસ્થાઓની ભેટ તા.૧૩-૧૧ના રોજ ધનવંતરી જયંતીના અવસરે સવારે ૯:૩૦ કલાકે લોકાર્પણ દ્વારા અર્પણ કરવામાં આવશે. આ સંસ્થા એકવીસમી સદી વૈશ્ર્વિક સ્તરે આયુર્વેદ વિકાસનું નેતૃત્ય કરી તેને અનેરૂ બળ પુરૂ પાડશે. આ સંસ્થા રાજયના જામનગર ખાતે ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (આઇટીઆરએ) હશે. આયુર્વેદ શિક્ષણને સ્વાયતત્તા મળશે: આયુર્વેદ શિક્ષણમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય જરૂરિયાતો પરિપૂર્ણ કરવા નવીન અભ્યાસ, શિક્ષણ પ્રણાલી ઘડવી સરળ બનશે પ્રતિ વર્ષ ધનતેરસના દિવસને વર્ષ ૨૦૧૬થી 'આયુર્વેદ દિન' તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વર્ષ ૨૦૨૦નો 'આયુર્વેદ દિવસ' અત્યંત મહત્વનો બની રહેશે. રાષ્ટ્ર સ્તરીય સંસ્થાની ભેટ દેશને મળવાથી આયુર્વેદ ક્ષેત્ર વિશાળ પાયા પર પ્રગતિની સિધ્ધિ તો હાંસલ થશે જ, વધુમાં આયુર્વેદ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનની દિશામાં મજબૂત પગરવ મંડાશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution