વડોદરા : કેન્દ્ર સરકારના કૃષિબિલના વિરોધમાં આવતીકાલે ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનમાં વિવિધ ટ્રેડ યુનિયનોએ સમર્થન જાહેર કર્યું છે. જ્યારે ગુજરાત સંઘર્ષ સમિતિ દ્વારા ભારત બંધના એલાનમાં ગુજરાતના ખેડૂતો મોટી સંખ્યામાં જાેડાશે તેમ જણવ્યું હતું. ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના વિપીનચંદ્ર પટેલ અને હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે, નવા કૃષિ કાયદાથી ખેતીના તેમજ ખેતીની સાથે જાેડાયેલા અન્ય વર્ગને અન્યાય થઈ રહ્યો છે. નવા કાયદામાં ખાનગી કંપનીઓ ઉપર કોઈ પ્રકારનું નિયંત્રણ નહીં હોવાના કારણે અનાજના સંગ્રહખોરીનું પ્રમાણ વધશે, જેના કારણે અનાજનો પુરવઠો બજારમાં ઓછો થવાના કારણે મોંઘવારીનો માર પડશે. જેથી તમામે આંદોલનમાં જાેડાવવાની અપીલ કરી હતી. જાે કે, ખેડૂતોએ આપેલા બંધના એલાનને વિવિધ ટ્રેડ યુનિયનોની બનેલી સંયુકત કામદાર સમિતિ, વેસ્ટર્ન રેલવે, મજદૂર સંઘ, કોંગ્રેસ સહિત વિપક્ષી મોટાભાગના રાજકીય પક્ષોએ ટેકો જાહેર કર્યો છે. જ્યારે કૃષિ સાથે સંકળાયેલા વેપારી સંગઠનોએ બંધના એલાનમાં નહીં જાેડાવવાની જાહેરાત કરી છે. 

સયાજીપુરા એપીએમસી, હાથીખાનાના વેપારીઓ બંધમાં નહીં જાેડાય

વડોદરા, તા.૭

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા સતત ૧રમા દિવસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે કૃષિ સંલગ્ન સંસ્થાઓ અનાજ-કઠોળના વેપારીઓ, હાથીખાના માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત બાદ આજે શહેર ભાજપ પ્રમુખ સાથે બેઠક બાદ વેપારી સંગઠનના હોદ્દેદારોએ બંધના એલાનમાં નહીં જાેડાવવા તેમજ એપીએમસી અને હાથીખાના બજાર પણ ખૂલ્લું રાખવાની ખાતરી આપી હતી.

વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહ સાથે આજે વિવિધ વેપારી સંગઠનના હોદ્દેદારોની બેઠક યોજાઈ હતી. વર્તમાન સમયમાં કે કૃષિબિલના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે. વડોદરા શહેરમાં પણ કેટલાક આગેવાનો આંદોલન કરી કૃષિબિલના વિરોધમાં ભારત બંધનું એલાન આપી સમર્થન કરી રહ્યા છે ત્યારે આંદોલનમાં વડોદરાના વેપારી ગ્રેઈન મર્ચન્ટ એસોસિયેશનના હોદ્દેદારો અને વેપારી સંગઠનના વેપારીઓ એપીએમસી, હાથીખાના બજારના વેપારીઓ બંધમાં જાેડાવાના નથી અને પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખશે. આવતીકાલે ભારત બંધમાં તેઓ નહીં જાેડાય તેમ ભાજપ અધ્યક્ષ વિજય શાહને ખાતરી આપી હતી. આમે બેઠક અંગે ડો. વિજય શાહે જણાવ્યું હતંુ કે, વિવિધ વેપારીઓએ આવતીકાલે ભારત બંધનુ એલાન છે તેને સમર્થન નથી આપ્યું અને આ ધંધામાં નહ જાેડાઈ પોતાના ધંધા રાબેતા મુજબ ચાલુ રાખશે. વડોદરા ગ્રેઈન મર્ચન્ટ એસોસિયેશનના પ્રમુખ નીમેશ મહેતાએ જણાવ્યું હતું કે, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ સાથે બેઠક યોજી હતી જેમાં વેપારીઓને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરી એપીએમસી એક્ટમાં વેપારીઓને નડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરશે તેવી ખાતરી આપી છે, જેથી ભારત બંધ એલાનમાં હાથીખાનાના વેપારીઓ નહીં જાેડાય અને પોતાના ધંધા-રોજગાર ચાલુ રાખશે.