/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

જિલ્લામાં સરેરાશ ૯૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો

જિલ્લામાં સરેરાશ ૯૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો

આંકલાવ અને સોજિત્રાને સિવાય તમામ તાલુકાઓમાં મોસમનો ૯૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. તારાપુરમાં એક દાયકા બાદ ૧૩૮.૮૨ મિમી વરસાદ નોંધાયો છે. બીજી તરફ ઉમરેઠ તાલુકામાં સતત સાત વર્ષથી ૭૦ ટકાથી ઓછો વરસાદ નોંધાઈ રહ્યો છે.

સરેરાશ ૨૫૦ મિમી કરતાં વધુ વરસાદ નોંધાઈ ગયો! 

આણંદના બીજા તાલુકાઓની વાત કરીયે તો, આણંદમાં ૯૬૮ મિમી, ખંભાતમાં ૮૭૯ મિમી, તારાપુરમાં ૯૧૯ મિમી વરસાદ અત્યાર સુધી નોંધાઈ ગયો છે, જે સરેરાશ વરસાદ કરતાં ૨૫૦ મિમી વધુ છે. આ સાથે આંકલાવમાં ૫૧૮ મિમી, પેટલાદમાં ૮૨૨ મિમી, બોરસદમાં ૭૨૩ મિમી, સોજિત્રામાં ૭૫૯ મિમી અને ઉમરેઠમાં ૩૫૩ મિમી વરસાદ નોંધાયો હતો.

શનિવારે સંભાળજાે, અતિભારે વરસાદની આગાહી! 

બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના પગલે સમગ્ર રાજ્યને ૧૮થી ૨૨ ઓગસ્ટ એલર્ટ જાહેર કરાયું છે. આણંદ પંથકમાં ૧૮થી ૨૨ દરમિયાન હળવાથી ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી શનિવારે અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. પરિણામે તંત્રને અલર્ટ કરાયું છે.

ધરતીપુત્રોના લલાટે ચિંતાના વાદળો, ૨૦ ટકા પાક નિષ્ફળ જશે? 

આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજિત ૧.૫૪ લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. છેલ્લાં ત્રણ વર્ષ કરતાં સરેરાશમાં ૯૦ ટકાથી વધુ વાવેતર નોંધાયું છે. જાેકે, આણંદ પંથકના છેવાડાના તારાપુર, સોજિત્રા અને ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાંસ વિભાગની બેદરકારીને કારણે ખેતરોમાં પાણી છેલ્લાં પાંચ દિવસથી ભરાઈ ગયાં છે, જે ઊતરવાનું નામ જ લેતાં નથી. ધરતીપૂત્રોએ ૨૦ ટકા જેટલો પાક નિષ્ફળ જવાની સંભાવના વ્યક્ત કરી છે. હાલ ચરોતરના ખેડૂતોના કપાળે ચિંતાના વાદળો દેખાઈ રહ્યાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution