વડોદરા

ગુજસીટોક હેઠળ વડોદરા શહેરમાં નોંધાયેલા સૌ પ્રથમ ગુનામાં ૧૪ દિવસના રિમાન્ડ પૂરા થતાં અદાલતે મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા સહિત એના પાંચ સાથીદારોને અલગ અલગ જેલોમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. વિવાદીત સંજાેગોમાં ઝડપાયેલા અસલમ બોડિયાના ૧૪ દિવસના રિમાન્ડ છતાં પોલીસ કોઈ મહત્ત્વની જાણકારી મેળવી શકી નથી. બીજી તરફ ગેંગનો માસ્ટરમાઈન્ડ મુન્નો તડબૂચ સહિત બીજા છ હજુ સુધી પોલીસની પકડથી દૂર છે.

બિચ્છુગેંગના મુખ્ય સૂત્રધાર અસલમ બોડિયા સહિત પાંચ સાગરિતોના ૧૪ દિવસના રિમાન્ડ પૂરા થતાં દરેકને જુદી જુદી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે જેમાં બોડિયો અને સુલતાનને નડિયાદ ખાતેની જેલમાં, જ્યારે સોએબને વડોદરાની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે અસફાક ઉર્ફે બાબા અને શાહરૂખ પઠાણને રાજપીપળા સેન્ટ્રલ જેલમાં મોકલી દીધો છે. સરકાર તરફે સ્પેશિયલ પી.પી.રઘુવીર પંડયાએ હાજર રહી દલીલો કરી હતી.