/
બોપન્ના- ડોડિગની જોડી યુએસ ઓપન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

ન્યૂયોર્ક- 

પુરુષ ડબલ્સમાં અનુભવી ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેના ક્રોએશિયન જોડીદાર ઇવાન ડોડિગે અહીં યુએસ ઓપનમાં પુરુષ ડબલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મોનાકોના હ્યુગો નેસ અને ફ્રાન્સના આર્થર રિન્ડેર્નાચને હરાવ્યા હતા.

૧૪ મી ક્રમાંકિત ઇન્ડો-ક્રોએશિયન ખેલાડીઓની જોડીએ એક કલાક અને ૫૬ મિનિટ સુધી ચાલેલી મેચમાં તેમના બિન-ક્રમાંકિત હરીફો પર ૬-૩, ૪-૬, ૬-૪થી વિજય નોંધાવ્યો હતો. બોપન્ના અને ડોડિગ તેમના ત્રણેય બ્રેક પોઈન્ટનો લાભ ઉઠાવી શક્યા હતા. તેણે વિરોધી ખેલાડીઓના પાંચ બ્રેક પોઇન્ટમાંથી ત્રણનો પણ બચાવ કર્યો હતો. છેલ્લા ૧૬ માં આ જોડીનો સામનો ચોથી ક્રમાંકિત અમેરિકન જોડી રાજીવ રામ અને બ્રિટનના જો સેલિસબરી સામે થશે. આ જોડી આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં રનર્સ અપ રહી હતી.

બોપન્ના ટુર્નામેન્ટમાં રહેનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના પ્રથમ રાઉન્ડની મેચ હાર્યા બાદ મહિલા ડબલ્સમાંથી બહાર થઈ ગયા હતા. સાનિયા મિક્સ્ડ ડબલ્સમાં પણ પ્રથમ રાઉન્ડની અડચણ પાર કરવામાં નિષ્ફળ રહી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution