મુંબઈ-

હાઈસ્પીડ ઈલેક્ટ્રોનિક્સ મોટરસાયકલ લૉન્ચ કરી દીધી છે. KM3000 અને KM4000 માર્કેટમાં આવી ગયા છે. જેમાંથી KM4000 ને ભારતની અત્યાર સુધીની સૌથી ફાસ્ટ ઈલેક્ટ્રિકલ બાઈક માનવામાં આવે છે. દેશમાં ધીમે ધીમે ઈ વ્હીકલ્સનો ઉપયોગ વધી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે ઘણા લોકો આ વિકલ્પને પસંદ કરી રહ્યા છે. દેશના અનેક રાજ્યમાં ઈ વ્હીકલ્સની માગ વધી રહી છે. માત્ર Kabira Mobility જ નહીં તમિલનાડુંની શ્રીવરૂ મોટર્સે પણ Prana electric motorbike લૉન્ચ કરી છે. જેનું બુકિંગ રૂ.1999થી ઓનલાઈન કરી શકાય છે. આ બાઈકની ડીલેવરી માર્ચ મહિનાથી શરૂ થશે. SVM Prana બાઈક ક્રેડલ સ્ટીલ ટ્યુબ ફ્રેમ પર બનેલી છે. જેમાં ફ્યૂલ ટેન્ક, સ્ટેપ અપ સીટ અને ડ્યુલ LED હેડલેમ્પ આપવામાં આવ્યા છે. 17 ઈંચના વ્હીલ્સ આપવામાં આવ્યા છે. જ્યારે વજન 165 કિલો છે. આ બાઈક ચાર કલર્સ મિસ્ટ્રી બ્લેક, પ્રોગ્રેસિવ ગ્રીન, પર્ફેક્ટ વ્હાઈટ અને પેશનેટ રેડમાં પ્રાપ્ય છે.

KM3000ની કિંમત રૂ.126,990 નક્કી કરવામાં આવી છે જ્યારે KM4000ની કિંમત 136,990 રૂ. નક્કી થઈ છે. કિંમતની વાત કરીએ તો હાલની સ્પોર્ટ્સ બાઇકની કિંમતની દૃષ્ટિએ આ કિંમત ખૂબ જ ઓછી કહી શકાય. કારણ કે કોઇ સામાન્ય સ્પોર્ટ્સ બાઇક 2-3 લાખ રૂપિયાથી તો શરૂ થાય છે.