/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બાળકો પર કોવાવૈક્સના ટ્રાયલ માટે તૈયાર નથી સરકારી પેનલ, જાણો શું છે મામલો

દિલ્હી-

સરકારી પેનલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને 2-17 વર્ષના બાળકો પર કોવાવૈક્સ કોવિડ -19 રસીના ફેઝ 2 અને 3 ક્લિનિકલ ટ્રાયલ્સ કરવાની મંજૂરી આપવાની વિરૂદ્ધ ભલામણ કરી છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સોમવારે 10 સ્થળોએ 920 બાળકો પર કોવાવૈક્સ રસીની અજમાયશ કરવા સંદર્ભે મંજૂરી મેળવવા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને અરજી કરી હતી.

સીરમે એવા સમયે અરજી કરી છે, જ્યારે એવી આશંકા છે કે કોરોની ત્રીજા લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થઈ શકે છે. આ કારણે બાળકો માટે કોરોના રસી વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. સરકારી પેનલની સીરમ ઇન્સ્ટિટ્યૂટ સામેની ભલામણ અંગે ડીસીજીઆઈનું વલણ શું હશે, તે હજી સ્પષ્ટ થયું નથી.

SECએ જણાવ્યું હતું

ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ સીરમ ઇન્સ્ટિટ્યુટને સરકારી પેનલના વાંધાને દૂર કરવા પણ કહી શકે છે. મળતી માહિતી મુજબ સીરમ સંસ્થાની અરજી પર વિચાર કર્યા પછી, SECએ શોધી કાઢ્યુ કે કોઈ પણ દેશ આ રસીને મંજૂરી આપી શક્યું નથી. સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે બાળકો પર કોવાવૈક્સ રસીના અજમાયશની મંજૂરી આપવાની વિચારણા કરવા માટે  કંપનીને પુખ્ત વયના લોકો પર જારી આ રસીના ક્લિનિકલ ટ્રાયલ્સની સલામતી અને પ્રતિરક્ષા અંગેનો ડેટા રજૂ કરવો જોઈએ.

મુંબઇમાં 51.18% બાળકોમાં કોરોના સામે એન્ટિબોડીઝ

કોરોના વાયરસ રોગચાળાની ત્રીજી લહેર પહેલાંના બાળકો પર થયેલા એક સર્વેક્ષણમાં સાબિત થયું છે કે, મુંબઈમાં એક થી 18 વર્ષની વયના 51.18 ટકા બાળકોમાં કોરોના વાયરસ સામે લડતા એન્ટિબોડીઝ છે. સીરો સર્વે દર્શાવે છે કે, અગાઉના સીરો-સર્વેની તુલનામાં મુંબઇમાં એન્ટિબોડીઝ સાથે બાળકોની વસ્તીનું પ્રમાણ વધ્યું છે. આ સર્વે 1 એપ્રિલથી 15 જૂન દરમિયાન કરવામાં આવ્યો હતો જેમાં પેથોલોજી પ્રયોગશાળાઓમાંથી 2,176 લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution