કચ્છ, ભુજ નગરપાલિકાની નવી બોડી ચૂંટાઈને આવી ત્યારથી આજ સુધીના ૧૦૦ દિવસોમાં કરેલી કામગીરી બુક્લેટ મારફતે તથા મીડિયાને સંબોધીને નગરજનો સુધી પહોંચાડવામાં આવી હતી. ચૂંટણીની પ્રક્રિયા બાદ ભુજ નગરપાલિકાની નવનિર્મિત બોડી દ્વારા ૧૬ માર્ચના રોજ ચાર્જ સાંભળવામાં આવ્યો હતો. ત્યારથી આજ સુધીના ૧૦૦ દિવસોમાં નવી બોડી દ્વારા કરવામાં આવેલ કામગીરી પ્રજા સમક્ષ લાવવામાં આવી હતી.પારદર્શક વહીવટ રહે તે માટે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા લઈને તેમના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસનો હિસાબ મીડિયાના માધ્યમથી પ્રજાને આપવામાં આવ્યો હતો. શહેરમાં નવિનીકરણના કાર્ય કરવામાં આવ્યા.આ ૧૦૦ દિવસની કામગીરીની વાત કરવામાં આવે તો શહેરનું હૃદયસમા હમીરસર તળાવની મધ્યમાં આવેલ રાજેન્દ્રપાર્કના નવિનીકરણના મંજૂર થયેલા કામો શરૂ કરવામાં આવ્યાં, ભુજ શહેરના જુદાજુદા ૨૬ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ૐર્ંીઙ્મ ન્ટ્ઠાી ફૈીુ થી મંગલમ ચાર રસ્તા સુધીના માર્ગમાં ફુટપાથ, બેસવા માટેના બાંકડાઓ, સુશોભિત લાઇટિંગની વ્યવસ્થા માટે રાણાની તાત્કાલિક જાેગવાઈ કરાવીને ખાતમુરત વગર જ કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ચોમાસાના દિવસો નજીક આવતા હમીસર તળાવની પાસેની તૂટેલી દિવાલનું કામ ઝડપથી શરૂ કરવામાં આવ્યું, શહેરના વિવિધ વિસ્તારોમાં મંજૂર થયેલા સીસી રોડના કામો તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા.

સામાજિક સંસ્થા પર વધારાનો કાર્યબોજ નાખીને હમીસર તળાવ ની સંપૂર્ણ સાફ સફાઈ નગરપાલિકાએ સ્વયં કરી હતી તથા ખારી નદી સ્મશાનગૃહ તરફ જતો માર્ગ ખુબ જર્જરિત હોવાથી માત્ર ૩૬ કલાકમાં જ આ જર્જરિત માર્ગનું મરમ્મત કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું.ભુજ નગરપાલિકાની નવી બોડી દ્વારા પાણીની સમસ્યા હલ કરવા માટેના સઘન પ્રયાસો હાથ ધરાયા હતા જેમાં શિવકૃપા નગર તથા હિલગાર્ડન ખાતે પાણીના સમ્પનું કાર્ય તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું.૨૮ દ્બઙ્મઙ્ઘ પાણી ૨૦ કલાકમાં શુદ્ધિકરણથી શકે તેવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું હતું.૧૬ માર્ચ ૨૦૨૧થી નવી બોડીએ કાર્યભાર સંભાળ્યો હતો,ત્યારથી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૧,૪૮,૦૪,૪૯૮ રૂપિયા વ્યવસાય વેરા તથા પાલિકાની ભાડે આપેલ દુકાનોનું ભાડા સ્વરૂપે નગરપાલીકાની તિજાેરીમાં જમા કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કોરોના કાળમાં ભુજના વિવિધ વિસ્તારો પણ તથા સમગ્ર બજાર વિસ્તારમાં અને વિવિધ સોસાયટીઓમાં સેનેટાઈઝર સ્ટેશનની કામગીરી પણ કરાઇ હતી.