ઓગસ્ટ મહિનામાં શેરબજાર ઘણા બધા દિવસો બંધ રહેશે
31, જુલાઈ 2024 નવીદિલ્હી   |  


જાે તમે શેર માર્કેટમાં પૈસા રોકો છો તો તમારા માટે સારા સમાચાર છે. જુલાઈ મહિનો પૂરો થવાં જઈ રહ્યો છે અને નવો મહિનો શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં શેરબજાર ઘણા દિવસો સુધી બંધ રહેશે (ઓગસ્ટ ૨૦૨૪માં સ્ટૉક માર્કેટ હૉલીડે). શનિવાર અને રવિવારની રજાઓ ઉપરાંત અન્ય રજાઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શનિવાર અને રવિવારની રજાઓ સિવાય શેરબજાર નેશનલ સ્ટૉક એક્સચેન્જ અને બોમ્બે સ્ટૉક એક્સચેન્જ ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્રીય તહેવાર સ્વતંત્રતા દિવસ ૨૦૨૪ ના અવસર પર બંધ રહેશે. આ દિવસે ઇક્વિટી સેક્ટર, ઇક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને જીન્મ્ સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ સિવાય જાહેર રજાના દિવસે કેપિટલ માર્કેટ અને ફ્યૂચર માર્કેટ અને ઓપ્શન સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.ઓગસ્ટમાં આ દિવસોમાં શેર બજાર રહેશે બંધ. ૩ ઓગસ્ટ ૨૦૨૪- શનિવારની રજા,૪ ઓગસ્ટ ૨૦૨૪- રવિવારની રજા,૧૦ ઓગસ્ટ ૨૦૨૪- શનિવારની રજા,૧૧ ઓગસ્ટ ૨૦૨૪- રવિવારની રજા,૧૫ ઓગસ્ટ ૨૦૨૪- સ્વતંત્રતા દિવસ નિમિત્તે રજા રહેશે.,૧૭ ઓગસ્ટ ૨૦૨૪- શનિવારની રજા,૧૮ ઓગસ્ટ ૨૦૨૪- રવિવારની રજા,૨૪ ઓગસ્ટ ૨૦૨૪- શનિવારના કારણે રજા રહેશે.૨૫ ઓગસ્ટ ૨૦૨૪- રવિવારના કારણે રજા રહેશે.૩૧ ઓગસ્ટ ૨૦૨૪- શનિવારના કારણે રજા રહેશે.

રિઝર્વ બેંકની રજાઓની યાદી અનુસાર ઓગસ્ટ મહિનામાં ૧૪ દિવસ બેંકો વિવિધ કારણોસર બંધ રહેશે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, સ્વતંત્રતા દિવસના કારણે બેંકો બંધ રહેશે. આ ૧૪ દિવસોમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. જેમાં ૪ રવિવાર અને ૨ શનિવારનો સમાવેશ થાય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution