ઓહિયો-

કોરોના વાયરસ મહામારીનો સામનો આખી દુનિયા કરી રહ્યું છે અને હવે લોકોને રસી લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં એક એવી પણ જગ્યાએ છે જ્યાં રસી મૂકાવનારને લોટરી પણ લાગી રહી છે. અમેરિકાના ઓહિયોમાં કોરોના રસીના લીધે એક ૨૨ વર્ષની મહિલા કરોડોની માલકિન બની ગઇ. આ મહિલાને સરકાર દ્વારા વેકસીનેશનલ પ્રમોટ કરવા માટે શરૂ કરાયેલ લોટરી યોજનાની પહેલી વિજેતા જાહેર કરાઇ. એટલું જ નહીં ૧૪ વર્ષના વિનર તરીકે પસંદ કરાયા છે. એટલું જ નહીં એક ૧૪ વર્ષના યુવકને ફૂલ સ્કોલરશિપ પણ અપાઇ. એટલે કે કોલેજ દરમ્યાન પોતાની ફી પર એક પણ પૈસા ખર્ચ કરશે નહીં.

રાતોરાત કરોડોની માલિકન બનનારને વિશ્વાસ થઇ રહ્યો નથી કે રસીનો એક ડોઝ તેને આટલું બધું અપાવી શકે છે. તેમણે કહ્યું કે જ્યારે મને ઇનામ જીતવા અંગે ખબર પડી તો એ સમયે એક જૂની કાર ખરીદવા જઇ રહી હતી. પરંતુ હવે હું નવી કાર ખરીદી શકીશે. તો સ્કોલરશિપ જીતનાર છોકરાના પેરેન્ટસ પણ સરકારની આ યોજનાથી ખૂબ ખુશ છે.કોરોના વાયરસ મહામારીનો સામનો આખી દુનિયા કરી રહ્યું છે અને હવે લોકોને રસી લેવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં એક એવી પણ જગ્યાએ છે જ્યાં રસી મૂકાવનારને લોટરી પણ લાગી રહી છે. વાત એમ છે કે કોરોનાની રસી માટે જાગૃતતા વધારવા ઉદેશથી અમેરિકાના ઓહિયોમાં લોટરી સિસ્ટમ દ્વારા ઇનામ આપવાની જાહેરાત કરાઇ છે. તેની શરૂઆત પણ થઇ ચૂકી છે. ઓહિયોના ગવર્નર માઇક ડેવિને તેને લોન્ચ કરી. જે પણ રસી મૂકાવશે તે લોટરીમાં ભાગ લઇ શકે છે. રિપોર્ટના મતે લોટરી જીતનારા તમામ લોકોને ૧૦ લાખ ડોલર એટલે કે અંદાજે ૭.૨ કરોડ રૂપિયા મળશે. માઇક ડેવિને કહ્યું કે અંદાજે ૨૭ લાખ લોકોએ પહેલાં સપ્તાહની લોટરી માટે અરજી કરી દીધી છે. લોટરીના નિયમો પ્રમાણે દર સપ્તાહે પાંચ અલગ-અલગ વિજેતાઓને વિજેતા જાહેરાત કરાશે.