લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026 |
2772
પીએમ મોદીએ શુક્રવારે રાત્રે ઇન્સ્ટાગ્રામ પર રીલ શેર કરી. તેમણે કહ્યું કે જંતર-મંતર પર કેટલાક તોફાની બાળકોએ મને અને મારી માતાને ગંદી-ગંદી ગાળો આપી, પરંતુ બાળપણમાં ભૂલો થાય છે. તેમણે આગળ કહ્યું કે બાળપણ ભૂલો સુધારવાનો અવસર પણ હોય છે. આ ગુમરાહ બાળકો છે, તેમને રાહ બતાવવાનો સમય છે, તેમને માફ કરવા માગંુ છું. આ છેલ્લા ૯ દિવસમાં પીએમ મોદીનો ૫મો વીડિયો છે. રાત્રે ૧૧ વાગ્યે જાહેર કરાયેલા વીડિયોને ૩૦ મિનિટમાં ૧૩ લાખ લોકોએ લાઇક કર્યો હતો.
પીએમ મોદીએ જંતર-મંતરની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં જે કંઈ પણ થયું, તે દુનિયાએ જાેયું છે. આ સભ્ય સમાજ માટે શોભનીય નથી. હું સમાજની અંદર રહેલા આક્રોશને સારી રીતે સમજી શકું છું. આ એક કલ્ચરલ શોક જેવું છે કે આપણી દીકરીઓ આ પ્રકારની
ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે.’તેમણે આગળ કહ્યું કે તેમને સજા આપવાથી આપણે પરિસ્થિતિઓ બદલી નહીં શકીએ. હું તમારા માટે જીવું છું, તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ખર્ચ કરું છું, તમે આગળ વધો.
હું ૧૫ વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ
જંતર-મંતર પર પીએમ મોદીને ગાળો આપનાર છોકરીએ માફી માગી લીધી છે. તેણે વીડિયો મેસેજમાં કહ્યું, હું ફક્ત ૧૫ વર્ષની છું, આ મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી. હું ભ્રમિત થઈ ગઈ હતી. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ શનિવારે પૂછ્યું, શું સરકાર કેસ પણ પાછો ખેંચી લેશે. જંતર-મંતર પર પીએમને ગાળો આપનાર છોકરીએ હવે જાહેરમાં માફી માગી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં તે હાથ જાેડીને પોતાના નિવેદન પર માફી માગતી જાેવા મળી રહી છે. કહી રહી છે કે હું ૧૫ વર્ષની છું. વીડિયોમાં છોકરી કહે છે, હું મારા મિત્રો સાથે કનોટ પ્લેસ ફરવા ગઈ હતી. ત્યાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલી રહ્યું હતું અને આસપાસ હાજર કેટલાક લોકો પીએમ વિરુદ્ધ અપમાનજનક નારા લગાવી રહ્યા હતા. હું તે જ માહોલ અને ભીડની વાતોમાં આવી ગઈ. ૩૦ જુલાઈએ નોઈડામાં છોકરી વિરુદ્ધ કેસ નોંધાયો છે.