/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

માસ્ક નહીં પહેરનારા વેપારી દંડાયાં ૬૦ વાહન પણ ડિટેઇન કરવામાં આવ્યા

આણંદ : હાલમાં દિવાળીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે આણંદ શહેરના ટૂંકી ગલી, સુપર માર્કેટમાં ખરીદી માટે ભીડ જાેવાં મળી રહી છે. આણંદ શહેરના જૂના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ખરીદારી માટે સાંજના સમયે માનવ મહેરામણ ઉમટી પડે છે. કોરોના મહામારી વચ્ચે હવે બધી જવાબદારી તંત્ર પર આવી પડી છે. આણંદ શહેર પોલીસની એક ટીમ દ્વારા છેલ્લાં બે દિવસમાં જ કુલ ૬૦ વાહનો ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત વેપારીઓને પણ દંડ ફટકાર્યો હતો.   

પોલીસ સૂત્રોનું કહેવું છે કે, એક તરફ વૈશ્વિક મહામારીને પગલે સંક્રમણ વધે નહીં તે જાેવાની પણ તકેદારી તંત્ર દ્વારા રાખવી પડે છે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હોવા છતાં અનેક લોકો આ ગાઇડલાઇનનું પાલન કરતાં નથી. તમામ લોકોએ ફરજિયાતપણે માસ્ક પહેરવું જરૂરી છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. આમ છતાં કેટલાંક લોકો તેની અવગણના કરી રહ્યાં છે. આણંદ શહેરમાં દિવાળીના માહોલમાં એકઠી થતી ભીડ વખતે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ન પહેરનારાં ૧૪ વેપારીઓ વિરુદ્ધ આણંદ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમને દંડવામાં આવ્યા હતા.

આ આણંદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દિવાળી હોવાથી શહેરના બજારમાં ખરીદારી માટે લોકોની ભીડ થઈ રહી છે. કોરોના સંક્રમણને કાબૂમાં રાખવું ખુબ જ જરૂરી છે. મહામારી ફેલાવવાનું પ્રમાણ વધી જતું હોય છે. કેટલાંક લોકો નો પાર્કિંગમાં વાહનો મૂકીને જતાં રહે છે. લોકોને અડચણ થાય તે રીતે વાહનો પાર્ક કરીને પણ અમૂક લોકો જતાં રહે છે. આણંદ શહેર પોલીસની એક ટીમ દ્વારા છેલ્લાં બે દિવસમાં જ આવાં કુલ ૬૦ વાહનો ડિટેઈન કર્યા હતાં. આ ઉપરાંત વેપારીઓને પણ દંડ ફટકાર્યો હતો. તમામ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution