વડોદરા, તા. ૧૭

આજે આંતરરાષ્ટ્રીય સાપ દિવસે જ ત્રણ દિવસ પૂર્વે સાપની એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પત્થર મારીને કરપીણ હત્યા થયા હોવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર શહેરમાં રોષની લાગણી જાેવા મળી હતી. આજથી શ્રાવણ માસનો પ્રાંરભ થયો છે ત્યારે શંકર ભગવાનના આભુષણ સમાન તેમના કંઠ પર બિરાજતા નાગને લોકો દેવતા તરીકે પૂજે છે તેની કરપીણ હત્યા થતા લોકોની લાગણી દુભાઈ હોવાની વાતોએ પણ જાેર પકડ્યું છે ત્યારે અનેક વન્યજીવના રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થાઓ દ્વારા રોષ વ્યક્ત કરવાની સાથે ફરીયાદ નોંધાવાનું પણ જણાવવામાં આવ્યું છે.શહેરમાં થોડા મહિના અગાઉ વાંદરા , કૂતરા અને હવે તો સાપને મારવાની ઘટના પણ સામે આવી છે. નવાયાર્ડ વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટર પાસે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ત્રણ દિવસ અગાઉ બેરહેમી પૂર્વક નાગ અને નાગણની હત્યા કરવાનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં નાગણ જેમતેમ કરીને જે તે સ્થળથી જતી રહી હતી પરતું નાગની હત્યા થઈ ગઈ હતી. ભેજના વાતાવરણ દરમ્યાન શહેરના વિવિધ રહેણાંક વિસ્તારોમાં સરીસૃપો નીકળવાની ઘટના છાશવારે બનતી હોય છે જેથી વન્ય જીવો કોઈ વ્યક્તિને નુકશાન ન પહેંચાડે કે કોઈને અન્ય પ્રકારનું નુકશાન ન થાય તે માટે શહેરમાં અનેક સંગઠનો સેવા આપી રહ્યા છે ત્યારે આ પ્રકારની કરપીણ હત્યા થતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશની લાગણી જાેવા મળી હતી.

જવાબદારો સામે કાર્યવાહી જરૂરી

આ શીડ્યુઅલ બે આવતો જીવ છે. વન્યજીવ કાયદા અનુસાર આ પ્રકારના ગુના હેઠળ બીન જામીન સજા પેટે સાત વર્ષની સખત કેદની સજા અને પચીસ હજારનો દંડ કરવામાં આવે છે. આ ઘટના બાબતે વન વિભાગ એફઓઆર નોંધીને કાર્યવાહી કરે તેમ જણાવ્યું હતું.