26, જુલાઈ 2024
2475 |
:
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા શ્રીલંકામાં 3 T-20 મેચની શ્રેણી રમશે. પહેલી મેચ પલ્લેકલેમાં આવતીકાલે સાંજે 7:00 કલાકે રમાશે. ODI શ્રેણી 2 ઓગસ્ટથી કોલંબોમાં શરૂ થશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારત સામેની શ્રેણી માટે 16 સભ્યોની T-20 ટીમની જાહેરાત કરી છે. T-20ની કમાન ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે તાજેતરમાં યોજાયેલા T-20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે પૂર્વ કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશિપ છોડી દીધી હતી. 18 જુલાઈએ BCCIએ શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી
ભારતીય ટીમે છેલ્લે 2021માં શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ટીમે 3 ODI અને 3 T-20 મેચોની શ્રેણી રમી હતી. ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણી 2-1થી જીતી લીધી હતી T20 શ્રેણીમાં ભારતને 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. ચારિથ અસલંકા નવો કેપ્ટન બન્યો
11 જુલાઈના રોજ વાનિન્દુ હસરંગાના કેપ્ટનશિપ પરથી રાજીનામું આપ્યા બાદ ચારિથ અસલંકાને શ્રીલંકાની T20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ચરિથ અસલંકાએ આ વર્ષે બાંગ્લાદેશ સામે 2 મેચમાં કેપ્ટનશિપ કરી હતી. જેમાં તેને એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ODIની આગેવાની પહેલાથી જ કુસલ મેન્ડિસ પાસે છે. ટેસ્ટની કમાન ધનંજય ડી સિલ્વાના હાથમાં છે.