વડોદરા, તા.૧૬

વેસ્ટર્ન રેલવે મજદુર સંઘ દ્વારા સ્વી.જે.જી.માં દુર કરતા સ્મરણાર્થે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અકોટા ક્રિકેટ ક્લબની ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમને ટ્રોફિ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવી હતી.

વેસ્ટર્ન રેલવે મઝદુર સંઘ દ્વારા ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલવે ટી-૨૦ નોકાઉટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજ કરવામાં આવ્યું હતું. જેની ફાઇનલ મેચ માધવ રાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડીયમ પ્રતાપનગર ખાતે રમાઇ હતી. જેમાં અકોટાની ટીમ વિજયી થઇ હતી. ફાઇનલ મેચનું ઇનામ વિતરણ પોલીસ કમિશ્નર વડોદરા ડો.શમશેરસિંહ એડિનલ ડિ.આર.એમ., એ.કે.સિંહ, સિનીયર ડિવિઝનલ એન્જીનીયર (કો) અને સીનીયર સ્પોર્ટસ ઓફિસર વડોદરા હર્ષકુમાર તથા ઉદય માહુરકર સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશ્નર ભારત સરકાર અને ડેપ્યુટી એડિટર ઇન્ડિયા ટુડેના હસ્તે કરવામાં આવ્યું હતું. ૩૦ જેટલી ક્રિકેટ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને ટુર્નામેન્ટના રનર્સ, વિનર્સ, બેસ્ટ બોલર બેસ્ટ બેટ્‌સમેન બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ ઓલરાઉન્ડર્સ અને મેન ઓફ ધ મેચને આકર્ષક ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતાં.