ઈરાન સામે ટ્રમ્પ પરમાણુસંધિ વગર યુદ્ધ ખતમ કરી શકે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   6039

મધ્ય પૂર્વમાં ઈરાન સાથે છેલ્લા પાંચ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકાના વલણમાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે મોટા પાયે સૈન્ય હુમલો કરવાની પોતાની ચીમકીઓથી પાછા હટીને હવે આર્થિક અને મુત્સદ્દીગીરીનું દબાણ વધારવાની રણનીતિ અપનાવી છે. ‘એક્સિઓસ’ સાથેની ખાસ મુલાકાતમાં ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે તેમનું પ્રશાસન હાલમાં અત્યંત શાંત અને નીચા પ્રોફાઇલ (લો-કી) વાળું વલણ અપનાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ઈરાનની આર્થિક સ્થિતિ કંગાળ થઈ ચૂકી છે, ત્યાં ફુગાવો ચરમસીમાએ છે અને તે પોતાના સૈનિકોને પગાર આપવા માટે પણ સક્ષમ નથી. ખાડીના સાથી દેશોની સલાહ અને અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ઇં૭૫ ની આસપાસ હોવાથી ટ્રમ્પ પ્રશાસનને આક્રમક યુદ્ધની ઉતાવળ કરવાને બદલે આર્થિક નાકેબંધી જાળવી રાખવાની તક મળી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution