/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પોલીસ જવાનોના વિવિધ મુદ્દે બે કોંગી ધારાસભ્યો મેદાનમાં

ગાંધીનગર,રાજ્ય સરકારના વિવિધ વિભાગો પૈકીનાં પોલીસ વિભાગના કર્મચારીઓને સૌથી ઓછો ગ્રેડ-પે (પગાર ધોરણ) મળે છે, એટલું જ નહીં, તેમના પગાર ભથ્થા સુધારવા માટે કોંગ્રેસનાં અમદાવાદનાં બે ધારાસભ્યોએ મેદાનમાં આવ્યા છે. આ ધારાસભ્યો એવા ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પોલીસ કર્મચારીઓના ગ્રેડ-પેમાં તેમજ અન્ય ભથ્થા અને સુવિધાઓમાં સુધારો કરાય તેવી માંગણી કરાઈ છે.  

અમદાવાદના દરિયાપૂર મત વિસ્તારના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ખાડિયા-જમાલપુર મત વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા દ્વારા ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓને ગ્રેડ-પે અને અન્ય સુવિધાઓનો લાભ આપવા માટે સંયુક્ત રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવ્યા છે.  આ બંને ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાતનાં વિવિધ કર્મચારી યુનિયનના દબાણથી આપના દ્વારા જે તે કર્મચારીઓના ગ્રેડ-પે તેમજ ભથ્થામાં મનમાની સુધારા આપ કરતાં આવ્યા છો. રાજ્યના તમામ કર્મચારીઓને મળવા પાત્ર લાભ અંગે બંધારણીય સમાનતા જળવાઈ રહે તે જાેવાની આ સૌની જવાબદારી છે. ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓના જાહેર હિતમાં આ પત્ર દ્વારા રજૂઆત કરવા અમોને ફરજ પડી છે. જેમાં પોલીસ કર્મચારીઓને આ મુજબની સેવાઓના લાભ પાવમાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જેમાં રાજ્યના એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ-પે ખૂબ જ ઓછા છે. જેના બદલે ૪૨૦૦, ૩૬૦૦, ૨૮૦૦ ગ્રેડ-પે કરવામાં આવે. પોલીસના તમામ કર્મચારીઓને મળતાં વર્ષો જૂના ભથ્થામાં તાત્કાલિક વધારો કરવામાં આવે. પોલીસના તમામ કર્મચારીઓનો ફરજનો સમય નક્કી કરવામાં આવે અને આઠ કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. તેમને વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના તમામ વિભાગોમાં કર્મચારીઓના થતાં શોષણ સામે લડવા માટે વિવિધ યુનિયનો બનાવાયેલા છે. તેમ ગુજરાત પોલીસને પણ યુનિયન બનાવવાનો મૂળભૂત અધિકાર સત્વરે આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે.   

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution