સ્ટ્રીટલાઇટનો થાંભલો ઇન્સ્ટોલ કરતી વખતે બેને કરંટ લાગ્યો, એકનું મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026  |   2178

સચિન હોજીવાલા રોડ નંબર-૯ પર સ્ટ્રીટલાઇટનો થાંભલો ઇન્સ્ટોલ કરતી વખતે વીજલાઇન અડી જતાં બે યુવકોને કરંટ લાગ્યો હતો. બંને યુવકો થાંભલાથી ફંગોળાઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત એકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેમના મિત્ર અમિતને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ઉનગામ વિસ્તારમાં જળકૃપા સોસાયટીમાં રહેતા ૨૬ વર્ષીય પ્રકાશ માન્ય બામણીયા ગત સાંજે મિત્ર અમિત સાથે સચિનનાં હોજીવાલા રોડ નંબર-૯ પર સ્ટ્રીટલાઇટનો થાંભલો ઇન્સ્ટોલ કરવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન થાંભલો વીજલાઇનને અડી જતાં બંનેને જાેરદાર કરંટ લાગ્યો હતો અને બંને નીચે ફંગોળાઈ ગયા હતા. બનાવ બાદ બંનેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાે કે, પ્રકાશ બામણીયાની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અમિતને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. પ્રકાશ બામણીયા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની હતા અને પરિવાર સાથે સુરતમાં રહેતા હતા. તેઓ એક પુત્રીનાં પિતા હતા. યુવાનનાં મોતનાં સમાચારથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution