પાટણ,તા.૧૩ 

પાટણ જિલ્લામાં રવિવારે સવારથી વાદળછાયુ વાતાવરણ વરસાદી માહોલ બન્યો હતો.સરસ્વતી ૪, ચાણસ્મા ૧, શંખેશ્વર ૫ અને સાંતલપુર ૮ મિલી મીટર વરસાદ નોંધાયો હતો. મહેસાણા શહેર સહિત પાંચ તાલુકામાં રવિવારે સાંજે એક કલાકમાં મહેસાણામાં પોણા બે ઇંચ, જ્યારે જોટાણામાં એક ઇંચ વરસાદ ખાબકતાં નિચાણના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ૨૪ કલાકમાં બહુચરાજીમા ૨૨ મીમી વરસાદ થયો હતો. જ્યારે વિજાપુરમાં ૦૭ મીમી,વિસનગર ૦૫ મીમી, સતલાસણા અને ઊઝામાં ૪ મીમી, કડી અને વડનગર ૨ મીમી જેટલો હળવો વરસાદ થયો હતો. બનાસકાંઠા જિલ્લામાં વડગામમાં ૪, પાલનપુર, દિયોદર અને દાંતીવાડામાં ૩ અને દાંતામાં ૧ મિમિ સામાન્ય વરસાદ નોંધાયો હતો.પાટણ શહેરમાં શનિવારે ૧ કલાલમાં ૩ ઈંચ વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. કોલેજ રોડ પરનો અંડરપાસ વરસાદી પાણીથી ભરાઇ ગયા ગયા છે. કે. કે ગર્લ્સ સ્કૂલ પાસે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રિચાર્જ વેલ અને રોડનું લેવલ ઊંચું કરવા સહિતના પ્રયત્નો કરાયા છે છતાં તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. સાંતલપુર તાલુકાના બાબરા ગામના પશુપાલક રબારી કાનાભાઈ ભુરાભાઈ ગામની સીમમાં પોતાની ૧૦ ભેંસો ચરાવી ગામ તરફ આવતા ત્યારે અચાનક સાંજે ૪ઃ૦૦ કલાકે વીજળી અને કડાકા સાથે વરસાદ ચાલુ થતાં પાછળ રહેલી ભેંસ ઉપર વિજળી પડતા ભેંસનું મોત નિપજ્યું હતું. પાટણ શહેરમાં ચોમાસામાં દર વર્ષે કે. કે ગર્લ્સ સ્કૂલ પાસે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે રિચાર્જ વેલ અને રોડનું લેવલ ઊંચું કરવા સહિતના પ્રયત્નો કરાયા છે છતાં તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા છે. હજુ પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા જૈસે થે છે.