નરોડામાં જૂની અદાવતમાં સગીરના માથામાં કડું મારી લોહીલુહાણ કરી બે શખ્સો ફરાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026  |   2178

શહેરના નરોડા વિસ્તારમાં અગાઉના સ્કૂલના ઝઘડાનું વેર રાખી એક ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે નરોડા પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મળતી વિગતો અનુસાર, નરોડાની કુદરત હાઈટ્સમાં રહેતા મનીષકુમાર પરમારનો પુત્ર જીલ, જે આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે, તેને ગત રવિવારે રાત્રે નિશાન બનાવવામાં આવ્યો હતો. રાત્રે જીલને તેના જૂના મિત્ર દિગ્વિજયસિંહ રાણાએ ફોન કરી નરોડા વેદકુટીર બંગલોઝ પાસે ખુલ્લી જગ્યામાં મળવા બોલાવ્યો હતો. જીલ ત્યાં પહોંચ્યો ત્યારે દિગ્વિજયસિંહ અને તેનો સાથી દેવાંગ અગાઉથી જ ત્યાં હાજર હતા.આરોપીઓએ જીલ પાસે જૂના ઝઘડા બદલ ‘સોરી’ બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો. જાેકે, જીલે સોરી બોલવાની સ્પષ્ટ ના પાડતા દેવાંગ ઉશ્કેરાયો હતો અને દિગ્વિજયસિંહને હુમલો કરવા ઉશ્કેર્યો હતો. દિગ્વિજયસિંહે પહેલા જીલને ગડદાપાટુનો માર માર્યો અને ત્યારબાદ આવેશમાં આવી પોતાના હાથમાં પહેરેલું ધાતુનું કડું કાઢી જીલના માથાના પાછળના ભાગે જાેરદાર ફટકારી દીધું હતું. માથામાં ગંભીર ઈજા થતા જીલ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો.ઘટના બાદ જીલે તેના મિત્ર પ્રથમ બારોટને ફોન કરી જાણ કરતા તે તાત્કાલિક દોડી આવ્યો હતો, જેને જાેઈ બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સગીરને સારવાર અર્થે પ્રમુખ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. આ અંગે પિતા મનીષકુમારે નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દિગ્વિજયસિંહ રાણા અને દેવાંગ વિરુદ્ધ મ્.દ્ગ.જી.જી. ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨ અને ૩૫૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution