કોરોનાકાળમાં સિવિલમાંથી આરોપી ભાગી જવાના કેસમાં બે પોલીસકર્મીઓ સામે હવે ટ્રાયલ ચાલશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026  |   1980

કોરોના મહામારીના અત્યંત કપરા સમયગાળા દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક કોરોના પોઝિટિવ આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જવાના ગંભીર કેસમાં હવે કાયદાનો સકંજાે કસાયો છે.આ કેસમાં ફરજ પર તૈનાત બે પોલીસકર્મીઓ સામે હવે અદાલતી ટ્રાયલ ચલાવવામાં આવશે.શહેરની એડિશનલ સેશન્સ કોર્ટે આ બંને પોલીસકર્મીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજીને સખત શબ્દોમાં ફગાવી દીધી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમની બેદરકારીના આરોપોની સત્યતા હવે ટ્રાયલ દરમિયાન રજૂ થનારા પુરાવાના આધારે જ નક્કી થશે. આ ચકચારી કેસની વિગત એવી છે કે, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ કૃષ્ણનગર પોલીસે બળાત્કારના એક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સુનીલ ધીરુભાઈ ભંડેરીની અટકાયત કરી હતી.ધરપકડની પ્રક્રિયા દરમિયાન આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને તત્કાલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની ખાસ કોવિડ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.જાેકે, પોલીસના ચુસ્ત બંદોબસ્તની હાજરી હોવા છતાં, આરોપી સુનીલ હોસ્પિટલમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો અને પશ્ચિમ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા માટે પહોંચી ગયો હતો.આશ્ચર્યજનક બાબત એ હતી કે ભાગ્યા બાદ આરોપીએ પોતે જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પોતાનું લોકેશન જણાવ્યું હતું અને એવી કેફિયત રજૂ કરી હતી કે તેને સિવિલ હોસ્પિટલની સારવાર અંગે ચિંતા હોવાથી તે ખાનગી હોસ્પિટલમાં ખસી ગયો છે.આ ઘટના સમયે આરોપીની સુરક્ષા અને દેખરેખ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર જીવાજી અને લોકરક્ષક (એલઆરડી) વનરાજસિંહ વિનુસિંહને કોવિડ હોસ્પિટલની બહાર બંદોબસ્તમાં મૂકવામાં આવ્યા હતા.આરોપી ગાયબ થઈ જતાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી તેમજ બંને પોલીસકર્મીઓ સામે વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution