મુંબઈમાં PM  મોદીના કાર્યક્રમ પહેલા બે શંકાસ્પદની અટકાયત 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, સપ્ટેમ્બર 2026  |   3861

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. એક શંકાસ્પદ વ્યક્તિએ પોતાને વડાપ્રધાન કાર્યાલય (PMO))નો અધિકારી ગણાવ્યો હતો.

મળતી માહિતી મુજબ, તપાસ દરમિયાન તેની પાસેથી(PMO) કાર્યાલયનું નકલી ઓળખપત્ર પણ મળી આવ્યું હતું. જ્યારે સુરક્ષા તપાસ કરવામાં આવી ત્યારે ઓળખપત્ર નકલી હોવાનું માલૂમ પડ્યું હતું.

 માહિતી અનુસાર, બીજા શંકાસ્પદ વ્યક્તિ પાસે બંદૂક પણ હતી.આ મામલે ક્રાઇમ બ્રાંચ આગળની તપાસ કરી રહી છે. આ લોકો નકલી ઓળખપત્ર અને હથિયાર સાથે કેમ આવ્યા હતા તે હેતુ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં બંનેને મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.મુંબઈ પોલીસે જણાવ્યું કે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાંથી બે લોકોની અટકાયત કરવામાં આવી છે. અહીં વડાપ્રધાન મોદીનો એક કાર્યક્રમ પણ પ્રસ્તાવિત છે. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયત કરવામાં આવેલા વ્યક્તિની ઓળખ ૨૪ વર્ષીય રોહન પારેખ તરીકે થઈ છે. તેણે પોતાને વડાપ્રધાન કાર્યાલયનો અધિકારી ગણાવ્યો હતો. તેની સાથે એક બોડીગાર્ડ પણ હતો, જેની પાસે બંદૂક હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલ વ્યક્તિ ગઈકાલે નકલી ઓળખપત્ર લઈને વેન્યુની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જાેકે, આ દરમિયાન મુંબઈ પોલીસે ચેકિંગ કર્યું હતું અને તપાસમાં તેનું ઓળખપત્ર નકલી મળ્યું હતું. BKC પોલીસ સ્ટેશનમાં બંને શંકાસ્પદો વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution