/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

સુરતને યુનેસ્કોનો એવોર્ડ : સમગ્ર ભારતમાંથી એકમાત્ર સુરતની પસંદગી, જાણો કારણ

સુરત-

સમગ્ર ભારતમાં એકમાત્ર સુરતની પસંદગી થઇ છે. એવોર્ડ પસંદગીમાં સુરતના લોકોની આફતને અવસરમાં પલટી શકવાની તાકાતની ખાસ નોંધ લેવામાં આવી છે. 1994માં ભયાનક પ્લેગ ત્યારબાદ વખતો વખત પૂર પરિસ્થિતિ, તાજેતરમાં કોરોના મહામારી જેવી આપતીઓને મ્હાત કરવામાં આવી છે તેની ખાસ નોંધ લેવામાં આવી છે. આ સિવાય પ્લેગ વખતે સુરતની હાલત ખરાબ હતી ત્યારપછી હવે સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે તેની પણ એવોર્ડ પસંદગીમાં નોંધ લેવામાં આવી છે. આ જ રીતે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં પણ સુરતનું સ્થાન હોવાથી તેને પણ લક્ષમાં લેવાયું છે. 

વિશ્વના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં નં.2નું સ્થાન ધરાવતા અને ગમે તેવી આફતને અવસરમાં પલટી નાંખવાની સક્ષમતા ધરાવતા સુરતને યુનેસ્કોનો ગૌરવરૂપ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાંથી એકમાત્ર સુરતની પસંદગી કરવામાં આવી છે ત્યારે સમગ્ર વિશ્વમાં માત્ર 10 શહેરોને આ પ્રકારના એવોર્ડ આપવામાં આવ્યા છે. સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ આજે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકો માટેની કલ્યાણકારી અને લાભદાયક કામગીરી તથા નવા ઇનોવેશન જેવા પાસાઓને કેન્દ્રમાં રાખીને યુનેસ્કો દ્વારા વિશ્વના 10 શહેરોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે તેમાં સુરતને પણ સ્થાન મળ્યું છે.

ભારતના ટોચના સ્માર્ટ સીટી પૈકીનું એક ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ ગંદા પાણીના નિકાલમાંથી આવક મેળવવાની યોજના પેટ બોટલો પર પ્રતિબંધ જેવા પગલાઓની એવોર્ડ પસંદગીમાં નોંધ લેવામાં આવી છે. આ પાંચ મુદા મુખ્ય બનયા છે. આ એવોર્ડ ઓનલાઇન પ્રદાન પણ કરી દેવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution