રાજપીપળા,તા.૩૧

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ રાષ્ટ્રીય એકતા દિનના અવસરે વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની અપ્રતિમ પ્રતિમાના સાન્નિધ્યમાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ‘યુનિટી ઈન ડાઈવર્સિટી’ની થીમ પર એકતા પરેડ યોજાઈ હતી.નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતોને પણ એકતાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.સાથે સાથે આરંભ ૫.૦ ના અંતે ૯૮ મા કોમન ફાઉન્ડેશન કોર્સના ૧૬ સિવિલ સર્વિસીસ અને ભૂતાનની ૩ સિવિલ સર્વિસીસના ૫૬૦ ઓફિસર તાલીમાર્થી અધિકારીઓને સંબોધ્યા હતા.વડાપ્રધાને કેવડિયાથી અમદાવાદ સુધી ચાલનાર હેરીટેજ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્‌સ,ત્રણ પ્રવાસન આકર્ષણો અને ત્રણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આવનારા ૨૫ વર્ષમાં આપણે ભારત દેશને વધુ સમૃદ્ધ અને વિકસિત દેશ બનાવવાની દિશામાં મક્કમ આયોજન કરવાના છે.આજે એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારત હાંસલ કરી ન શકે, એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે.પ્રવર્તમાન અનેક વૈશ્વિક સંકટો વચ્ચે આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે. ભારતે સતત પરિશ્રમથી વિકાસના નવા સોપાન સર કરી સમગ્ર વિશ્વમાં પરચમ લહેરાવ્યો છે.છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫ કરોડ ગરીબો ઘટ્યા છે.આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે આપણા જવાનો, સૈનિકો પોતાનું સર્વસ્વ ખપાવી રહ્યા છે.૩૭૦ કલમની દીવાલ તૂટ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદના ઓછાયા ઓછા થયા છે.દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે દેશના કેટલાક રાજકીય સંગઠનો નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે.આવા રાજકીય સંગઠનો દેશ અને સમાજ વિરોધી હથકંડા અપનાવી દેશની એકતા તોડવાના પ્રયાસ કરી સ્વાર્થની રાજનીતિ કરી રહ્યાં છે.દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલ દેશની આંતરિક સુરક્ષા માટે હંમેશા સતર્ક રહેતા હતા.છેલ્લા નવ વર્ષમાં દેશની આંતરિક સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોને સુરક્ષા દળોએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપી કામયાબ થવા દીધા નથી.દેશની એકતા પર હુમલા કરનારા તત્વોથી દેશવાસીઓને સતર્ક રહેવાનું છે. કેન્દ્ર સરકાર દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત ઝ્રઇઁહ્લની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ ‘યશસ્વિની’ દ્વારા સશક્તિકરણ, એકતા, સમાવેશકતાના સંદેશ સાથે ૩ ઓકટોબરે ૧૫૦ મહિલા બાઈકર્સ તામિલનાડુના કન્યાકુમારીથી નીકળી કેરાલા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી સાપુતારા, સુરત થઈ ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઈ ૨૮ દિવસ બાદ ૧૦ હજાર કિ.મીનું અંતર કાપ્યું હતું અને એકતાનગરમાં આયોજિત એકતા પરેડ ખાતે સમાપન થયું હતું.

વડાપ્રધાન સાથે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલેએ પરિવાર સાથે મુલાકાત

કેવડિયા ખાતે એકતા દિવસના કાર્યક્રમની ઉજવણી બાદ પરત દિલ્હી જવા વડોદરા એરપોર્ટ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહીલે અને તેમના પરીવારજનોએ લીધી હતી.મુલાકાત બાદ સીમાબેન મોહીલેએ કહ્યુ હતુ કે, આ પારીવારીક મુલાકાત હતી. કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. મારી દિકરીના લગ્નમાં પધારવાના હતા.આજે તેમની દિકરી જમાઈ તેમજ પરીવારના સભ્યો સાથે વડાપ્રધાનની શુભેચ્છા લીધી હતી.