શહેરની સુંદરતામાં વધારો કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવાર નવાર અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. થોડા મહિનાઓ પહેલા જ આ પ્રકારે અનેક ફૂવારાને શહેરમાં કાર્યરત કરાયા હતા. પરંતુ હાલમાં તેમની હાલત જાેતા તંત્ર કેવી બિસ્માર કામગીરી કરે છે તેનો ખ્યાલ આવે છે. અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખોના ખર્ચે બનાવવામાં આવેલા ફુવારાઓ હાલ બિસ્માર હાલતમાં જાેવા મળી રહ્યા છે.