/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ડૉ.સ્વરૂપ રાવલ અને શ્રીમાર્ક પોટ્‌સ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનોખું આયોજન

આણંદ : સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડેમોક્રેસી કાફેનું આયોજન કરાયું હતું. જાેકે, પહેલાં આ શીર્ષક વાંચીને કોઈને કોફી, ચા કે સ્નેકકાફેનું સ્મરણ થઈ આવે, પરંતુ આ એવું કાફે હતું જ્યાં લોકશાહીનાં મૂલ્યો, તેની ચિંતા અને ચિંતન અંગે વિદ્યાર્થીઓ દ્વારા બે જાણીતાં આંતરરાષ્ટ્રીય શિક્ષાવિદો સાથે ચર્ચા કરવામાં આવી હતી. 

કોવિડ-૧૯ની મહામારી વચ્ચે પણ સરદાર પટેલ યુનિવર્સિટીમાં આ ઉપક્રમનાં ભાગરૂપે “ડેમોક્રેસી કાફે” અંતર્ગત એક વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શ્રીમાર્ક પોટ્‌સ (ચેરપર્સન, સેલિસબરી ડેમોક્રસી એલાયન્સ, યુનાઈટેડ કિંગડમ) તથા (ડૉ.સ્વરૂપ રાવલ, એક્ટર, ઈન્ટરનેશનલ લાઈફ સ્કીલ એજ્યુકેટર અને રિસર્ચર) નિષ્ણાત તરીકે જાેડાયાં હતાં.

આ બંને નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને લોકશાહી પ્રણાલિકામાં સક્રિયતાથી કેવી રીતે જાેડાવું તેમજ લોકતંત્ર શું છે તે અંગે જાણકારી આપી હતી. આ તજજ્ઞો દ્વારા લોકશાહીના મહત્વના પાસાઓ જેવાં કે રાજકીય, દાર્શનિક, શૈક્ષણિક અને સામાજીક લોકશાહી ઉપર આ કાફેમાં ચર્ચા કરવામાં આવી હતી. જેનાં દ્વારા વિદ્યાથીઓમાં લોકતંત્ર અંગેની જાગૃતતા પ્રસરી હતી. તેમજ તેમનામાં લોકતંત્ર માટેનો એક નવો દૃષ્ટિકોણ વિકસ્યો હતો.

સમાજકાર્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો આ નવતર પ્રયોગ વિદ્યાર્થીઓએ ખૂબ વખાણ્યો હતો. એટલું જ નહીં, આ બંને નિષ્ણાતોના જ્ઞાનથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો જ્ઞાન્વિત થયાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનાં સફળ માર્ગદર્શક તરીકે વિભાગના વડા ડૉ. શિવાની મિશ્રા અને અધ્યાપકોની ટીમ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution