ઘોડાસરમાં ૧૧ ફેક્ટરીઓ સામે ગ્રામજનોનો આક્રોશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓગ્સ્ટ 2026  |   2574

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામમાં આવેલી ૧૧ જેટલી ખાનગી કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા વાયુ, જળ અને ધ્વનિ પ્રદૂષણ સામે સરપંચ સહિત ૫,૦૦૦થી વધુ ગ્રામજનોએ એકઠા થઈ મોરચો માંડ્યો છે. ખેડાના મહેમદાવાદ તાલુકાનું ઘોડાસર ગામ હાલ ભારે વિરોધ અને આક્રોશનું કેન્દ્ર બન્યું છે. ગામમાં આવેલી ૧૧ જેટલી પ્રાઇવેટ કંપનીઓ સામે સરપંચ સહિત આખા ગામના લોકોએ મોરચો માંડ્યો છે. ૫,૦૦૦થી વધુ ગ્રામજનોના સ્વાસ્થ્ય સામે મોટું જાેખમ ઊભું થતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

ઘોડાસર ગામના લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ ૧૧ કંપનીઓ દ્વારા કોઈ પણ જાતના શુદ્ધિકરણ વગર કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી ખુલ્લામાં તેમજ જમીનમાં છોડવામાં આવી રહ્યું છે. આ પ્રદૂષણને કારણે ગામના કેટલાય બોરવેલના પાણી કાળા પડી ગયા છે. દૂષિત પાણી અને હવામાં ફેલાતા ઝેરી પ્રદૂષણને લીધે ગામલોકો કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓની સપેટમાં આવી રહ્યા છે. સમગ્ર ગામમાં રોગચાળો ફાટી નીકળવાની બીક સેવાઈ રહી છે.

માત્ર પ્રદૂષણ જ નહીં, પરંતુ આ એકમો સામે ગ્રામ પંચાયતના બાકી વેરાને લઈને પણ મોટો ખુલાસો થયો છે. આ ૧૧ એકમોનો આશરે ૧.૩૮ કરોડ જેટલો વેરો ગ્રામ પંચાયતમાં બાકી છે. પંચાયત દ્વારા વારંવાર નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં કંપનીના માલિકો દ્વારા ટેક્સ ભરપાઈ કરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગામના વિકાસકામો પર પણ વિપરીત અસર પડી રહી છે.

આ વિવાદમાં એક નવો અને ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ગ્રામજનોએ ગામની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા. ગ્રામજનોનો આક્ષેપ છે કે આ એકમોમાં કામ કરતા મજૂરોમાંથી કેટલાક ગેરકાયદેસર બાંગ્લાદેશી હોઈ શકે છે. કંપનીઓ દ્વારા અહીં કામ કરતા કર્મચારીઓ કે મજૂરોના ઓળખપત્ર કે કોઈ પણ સરકારી દસ્તાવેજ ગ્રામ પંચાયતમાં જમા કરાવવામાં આવ્યા નથી, જેનાથી ગામની સુરક્ષા સામે પણ મોટો સવાલ ઊભો થયો છે.

ગામના સરપંચ અને સ્થાનિકોની સ્પષ્ટ માગ છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ ૧૧ એકમોની કડક તપાસ કરવામાં આવે, પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે અને પંચાયતનો બાકી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે.

“ઘોડાસર ગામના ૫,૦૦૦થી વધુ લોકો આજે પોતાના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને ગામની સુરક્ષા માટે લડાઈ લડી રહ્યા છે. એક તરફ કેન્સર જેવી બીમારીનો ભય છે તો બીજી તરફ કરોડો રૂપિયાનો ટેક્સ બાકી હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. હવે જાેવાનું એ રહેશે કે ય્ઁઝ્રમ્ અને સ્થાનિક પ્રશાસન આ ૧૧ એકમો સામે ક્યારે કડક પગલાં ભરે છે.”

સરપંચ સહિત ગ્રામજનોની ફરિયાદ અને માંગણી

ગામની આસપાસ આવેલી ૧૧થી વધુ કંપનીઓ દ્વારા પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે.

હવા અને જમીન પ્રદૂષણના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો.

કંપનીઓ દ્વારા ગ્રામ પંચાયતનો ૧.૩૮ કરોડથી વધુનો વેરો પણ ભરવામાં આવ્યો નથી.

ય્ઁઝ્રમ્ના તમામ નિયમોના ધજાગરા ઉડાડી કંપનીઓ ચાલતી હોવાના ગ્રામજનોના આરોપ.

કંપનીના સંચાલકો ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને નોકરી પર રાખતા હોવાના પણ આક્ષેપ.

જવાબદાર તંત્ર દ્વારા આ એકમો સામે કાયદેસર કાર્યવાહી થાય તેવી ગ્રામજનોની માગ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution