વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, જુલાઈ 2026 | 1881
વડોદરાની ચર્ચિત માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આગામી ૩૦ જુલાઈના રોજ યોજાનાર આ ચૂંટણી માટે આજે સાંજે ૫ વાગ્યે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પોતપોતાની જીતના દાવા સાથે જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભાજપે પોતાના તમામ વોર્ડમાં ધારાસભ્યોની આગેવાનીમાં પદયાત્રાઓ યોજીને વાતાવરણ ગરમ કર્યું છે.