ચિખોદરામાં પાણીની ટાંકી ૭ વર્ષથી બંધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026  |   3465

ચોમાસું છતાં આણંદ પંથકમાં વરસાદ ખેંચાતા તથા કડાણા ડેમમાં પણ પાણીની આવક ધટતા ખેડૂતો માટે ડાંગર ની વાવણી કરવામાં હાડમારી ઉભી થતાં સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ તથા હર્ષદ પરમાર દ્વારા ઉમરેઠ, સોજીત્રા તારાપુર વિસ્તારના ખેડૂતો ને કડાણા ડેમમાંથી નહીં તો નર્મદામાં થી પાણી આપવામાં આવે ની મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ને રજૂઆત કરતાં ગતરોજ રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવા ની મંજૂરી આપતાં ધરતીપુત્રો ખુશખુશાલ થવા પામ્યા છે.

પરંતુ ઉમરેઠ ધારાસભ્ય ના પોતાના જ હોમ ટાઉન ચિખોદરા ગામ માં છેલ્લા સાત વર્ષથી લાખોના ખર્ચે નિમૉણ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા બનતાં સ્થાનિક વિસ્તારમાં નલસેજલ યોજના નિષ્ફળ બની રહ્યા ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર આણંદ પંથકમાં વરસાદ ખેંચાતા સાથે કડાણા ડેમમાં પણ પાણીની આવક ઓછી થતાં ઉમરેઠ, સોજીત્રા, તારાપુર વિસ્તારના ખેડૂતો માટે ડાંગર ની વાવણી માટે પાણીની આવશ્યકતા હોય હાડમારી સર્જાતા સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય વિપુલ પટેલ તથા હર્ષદ પરમાર દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ને કડાણા ડેમમાંથી નહીં તો નર્મદામાં થી પાણી ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે ની રજૂઆત કરતાં ગતરોજ રાજ્ય સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવા ની મંજૂરી આપતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.પરંતુ ખાટલે મોટી ખોડ એછેકે ઉમરેઠ ધારાસભ્યના પોતાના હોમ ટાઉન ચિખોદરા ગામમાં છેલ્લા સાત વર્ષથી લાખોના ખર્ચે નિર્માણ પાણીની ટાંકી શોભાના ગાંઠિયા બનતાં સ્થાનિક સ્તરે પાણીની સુવિધા ઉપલબ્ધ ન થતાં નલસેજલ યોજના નિષ્ફળ બની રહ્યા ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution