મંત્રીઓ ગુરુજીના આશીર્વાદ લેવા પહોંચતાં સ્વર્ણિમ સંકુલમાં એકપણ મંત્રી હાજર નહીં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026  |   1089

ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યના મોટાભાગના મંત્રીઓ પોતાના ગુરુઓના આશીર્વાદ લેવા તથા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા પોતાના મતવિસ્તારો અને વિવિધ સ્થળોએ પહોંચતા બુધવારે ગાંધીનગર સચિવાલયમાં અસામાન્ય શાંતિ જાેવા મળી હતી. સામાન્ય દિવસોમાં ધમધમતા સ્વર્ણિમ સંકુલ-૧ અને સ્વર્ણિમ સંકુલ-૨ના મંત્રી કચેરી વિભાગો આજે લગભગ ખાલી જાેવા મળ્યા હતા. એકપણ કેબિનેટ મંત્રી સચિવાલયમાં હાજર ન હોવાથી મુલાકાતીઓ અને અરજદારોની અવરજવર પણ ઓછી રહી હતી.દર બુધવારે યોજાતી રાજ્ય કેબિનેટની નિયમિત બેઠક આ વખતે ગુરુપૂર્ણિમાના કારણે એક દિવસ અગાઉ એટલે કે મંગળવારે યોજાઈ હતી. કેબિનેટના તમામ મહત્વના એજન્ડા, નીતિગત ર્નિણયો અને વહીવટી મુદ્દાઓ પર ગઈકાલે જ ચર્ચા કરીને બેઠક પૂર્ણ કરવામાં આવી હતી. પરિણામે આજે કેબિનેટ બેઠકનું કોઈ આયોજન ન હોવાથી મંત્રીઓએ પોતાના અગાઉથી નક્કી થયેલા ધાર્મિક અને સ્થાનિક કાર્યક્રમોમાં હાજરી આપવાનું પસંદ કર્યું. રાજ્યના અનેક મંત્રીઓ ગુરુપૂર્ણિમાના અવસરે પોતાના આધ્યાત્મિક ગુરુઓના દર્શન, આશીર્વાદ અને વિવિધ ધાર્મિક સમારોહોમાં જાેડાવા માટે ગાંધીનગરથી રવાના થયા હતા. કેટલાક મંત્રીઓ પોતાના મતવિસ્તારોમાં આયોજિત ગુરુપૂર્ણિમા મહોત્સવ, સત્સંગ અને સન્માન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.સચિવાલયના સ્વર્ણિમ સંકુલ-૧ અને સ્વર્ણિમ સંકુલ-૨માં આજે મંત્રીઓની કચેરીઓ બંધ જેવી સ્થિતિમાં જાેવા મળી હતી. મંત્રીઓની ગેરહાજરીને કારણે રાજકીય મુલાકાતીઓ, કાર્યકરો અને વિવિધ રજૂઆતો માટે આવતા લોકોની સંખ્યા પણ સામાન્ય દિવસોની સરખામણીએ ઓછી રહી હતી. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution