લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026 |
2376
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ત્રણ દીકરીઓના ૩૬ વર્ષીય પિતાએ પુત્રની માનતા માટે ગળેલી ૧૦૦ રૂપિયાની નોટ બહાર કાઢવાના પ્રયાસમાં પોતાના જ પેટમાં ચાકુના ઘા મારી દીધા હતા. પેટમાં ગંભીર ઈજા થતાં યુવકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ગંભીર સ્થિતિ હોવા છતાં સમયસર સારવાર અને તબીબોની મહેનતથી યુવકનો જીવ બચી ગયો છે. આજે તેની સ્થિતિ સ્થિર છે અને તેને ૈંઝ્રેંમાંથી વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. ૩૬ વર્ષીય યુવકે ત્રણ દીકરીઓ બાદ પુત્ર થાય તેવી માનતા રાખી હતી. આ માનતાના ભાગરૂપે તેણે ૧૦૦ રૂપિયાની નોટ ગળી લીધી હતી. જાેકે, બાદમાં નોટ બહાર કાઢવા માટે તેણે પોતાના પેટમાં જ ચાકુના ઘા મારી દીધા હતા. પેટમાં ચાકુ વાગતાં ગંભીર ઈજા થતાં ૨૯ ઓગસ્ટની સવારે આશરે ૮:૪૫ વાગ્યે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. દર્દી જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે ભાનમાં હતો અને ચાલતો-બોલતો પણ હતો. જાેકે, પેટમાં થયેલી ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. દર્દીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ સવારે આશરે ૯:૩૦ વાગ્યે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્જરી દરમિયાન પેટની આગળની દીવાલને ગંભીર નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું.સર્જરી ટીમ માટે દર્દીની સ્થિતિ પડકારજનક હતી. તબીબોએ ટાંકા દ્વારા પેટની આગળની દીવાલનું સમારકામ કર્યું હતું. આ ઉપરાંત ખોરાક માટે આંતરડામાં નળી મૂકવામાં આવી હતી. પેટના અન્ય આંતરિક અંગોને કોઈ વધુ નુકસાન થયું છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી. આશરે દોઢથી બે કલાક સુધી ચાલેલી સર્જરી બાદ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.સફળ સર્જરી બાદ દર્દીને ૈંઝ્રેંમાં રાખવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં તેની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી હતી અને તબીબી દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી હતી.