ભિલોડા તાલુકાના લાલપુર ગામ નજીક કારમાંથી ૧૩૨૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, સપ્ટેમ્બર 2026  |   1782

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હરાફેરી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભિલોડા તાલુકાના લાલપુર ગામ નજીક એલસીબીપોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, એલસીબીપોલીસની ટીમને ખાનગી બાતમી મળી હતી કે એક શંકાસ્પદ કાર મારફતે વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ કારનો પીછો કરી તેને લાલપુર ગામ પાસે આંતરી હતી.પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૧૩૨૦ બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ૩,૬૪,૦૦૦ હોવાનું સામે આવ્યું છે. એલસીબી પોલીસે દારૂના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી. ઉપરાંત દારૂ ભરેલી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ૮,૭૪,૦૮૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલ મુદ્દામાલમાં વિદેશી દારૂની ૧૩૨૦ બોટલ જેની કિંમત ૩,૬૪,૦૦૦ , કાર, મોબાઈલ ફોન મશી કુલ મુદ્દામાલ: ૮,૭૪,૦૮૦/- સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution