28, ઓગ્સ્ટ 2025
મુંબઈ |
4653 |
દીકરીના જન્મદિવસની ઉજવણીમાં કેક કાપ્યાના 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી થઈ
મહારાષ્ટ્રના મંગળવારે મોડીરાત્રે વિરારમાં એક એપાર્ટમેન્ટ ધરાશાયી થવાથી અત્યાર સુધીમાં 15 લોકોના મોત નિપજ્યા છે. NDRFની 5મી બટાલિયનની બે ટીમો, વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક પોલીસ દિવસ-રાત બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.
આ અકસ્માત એવા સમયે થયો જ્યારે વિરાર (પૂર્વ)ના વિજય નગરમાં જૉયલ પરિવાર તેમની દીકરીનાં પહેલા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. પરિવારે ઘરને સજાવ્યું હતુ. અને કેક કાપી અને પરંતુ ખુશીના ક્ષણોને ફોટામાં કેદ પણ કર્યા. તેમણે આ ફોટા તેમના સંબંધીઓને પણ મોકલ્યા હતા. પરંતુ, ગણતરીની પાંચ મિનિટ પછી, રમાબાઈ એપાર્ટમેન્ટનો પાછળનો ભાગ નજીકની ચાલી પર તૂટી પડ્યો, જેના કારણે ખુશીનો માહોલ શોકમાં પરિણમ્યો. આ અકસ્માતમાં માસૂમ ઉત્કર્ષ અને તેની માતા આરોહી જોયલનું મૃત્યુ થયું, જ્યારે પિતા ઓમકાર જોયલનો હજુ કાટમાળમાં ફસાયેલા હોંવાનું જાણવા મળે છે.
અકસ્માત બાદ NDRF ટીમ આવે તે પહેલાં જ સ્થાનિક નાગરિકોએ કાટમાળમાંથી સાત લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતાં. જેમાંથી કેટલાકને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ ઈજાગ્રસ્તોને વિરાર અને નાલાસોપારાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.