28, ઓગ્સ્ટ 2025
મનાલી |
3267 |
અનેક પ્રવાસીઓ ફસાયા,પંજાબના 7 જિલ્લાઓમાં પૂર
હિમાચલ પ્રદેશમાં સતત વરસાદન અને વાદળફાટવાની ધટનાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે ચંદીગઢ-મનાલી હાઇવે પર ભૂસ્ખલન થયું હતું. જેના કારણે આ હાઈવે બંધ થતાં રાજ્યના 3 જિલ્લામાં અનેક પ્રવાસીઓ ફસાયા છે. તંત્ર દ્વારા તેમને સુરક્ષિત રીતે તેમના સ્થળે પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં પૂર અને વરસાદની ઘટનાઓમાં અત્યાર સુધીમાં 310 લોકોનાં મોત થયા છે. 369 લોકો ઘાયલ થયા છે અને 38 ગુમ છે. 1240થી વધુ ઘરોને નુકસાન થયું છે. જેમાંથી 331 ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
પંજાબમાં વરસાદને કારણે 7 જિલ્લાઓ અને 150થી વધુ ગામો પૂરની ઝપેટમાં છે. રવિ-બિયાસ અને સતલજ નદીઓનું જળસ્તર વધ્યું છે. રાજ્યની બધી સ્કૂલો 30 ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવી છે.