28, ઓગ્સ્ટ 2025
વોશિંગ્ટન ડીસી |
3069 |
હુમલાખોરે પોતાને પણ ગોળી મારી
બુધવારે અમેરિકાના મિનેસોટા રાજ્યમાં એક કેથોલિક સ્કૂલમાં થયેલા ગોળીબારમાં બે બાળકો અને હુમલાખોર સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે 14 બાળકો સહિત 17 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂલમાં સામૂહિક પ્રાર્થના ચાલી રહી હતી.
પોલીસે આ ધટના અંગે કહ્યું હતુ કે, હુમલાખોરે પોતાને ગોળી મારી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. અગાઉ કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે પોલીસે હુમલાખોરને મારી નાખ્યો છે. માર્યા ગયેલા બે બાળકો 8 અને 10 વર્ષના હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સમયે બંને બાળકો બેન્ચ પર બેઠા હતા. હુમલાખોર પાસે ત્રણ હથિયારો હતા - એક રાઇફલ, એક શોટગન અને એક પિસ્તોલ.
શાળાની ઉનાળાની રજાઓ બે દિવસ પહેલા જ, સોમવારે પૂરી થઈ ગઈ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે તેમને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. FBI એ તાત્કાલિક કાર્યવાહી કરી અને તેઓ ત્યાં હાજર છે. વ્હાઇટ હાઉસ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.