/
ડીસા તાલુકાના કંસારી નજીક રોયલ્ટીની ચોરી કરતા ૪ ડમ્પર ઝડપાયા

ડીસા : બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ડીસાના કંસારી ગામ પાસેથી રોયલ્ટી ચોરી કરતા ચાર ડમ્પર ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં રૂ. એક કરોડનો મુદ્દામાલ કબજે કરી રૂ.૧૦.૫૦ લાખનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠામાં રાત્રિ દરમિયાન ભૂમાફીયાઓ દ્વારા રોયલ્ટી ચોરી કરી મોટા પાયે ખનિજ ભરેલા વાહનોની હેરાફેરી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જાેષી દ્વારા સ્ટાફની આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો તેના પર વોચ રાખવા સૂચના આપવામાં આવી હતી.જેથી મંગળવારે રાત્રિ દરમિયાન ભૂસ્તર વિભાગનો સ્ટાફ ડીસા પંથકમાં ચેકીંગમાં હતો.તે સમયે ડીસા ના કંસારી ગાન નજીકથી પાસાર થઈ રહેલા ચાર ડમ્પરચાલકો પાસેથી રોયલ્ટી પાસની માગણી કરતાં રોયલ્ટીની ચોરી કરી વહન કરતા હોવાનું ભૂસ્તર વિભાગના ધ્યાને આવ્યું હતું.જેથી ભૂસ્તર વિભાગ દ્વારા રૂ.૧ કરોડનો મુદ્દામાલ કબજે કરી રૂ.૧૦.૫૦ લાખનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ભૂસ્તર વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીના પગલે અન્ય રોયલ્ટી ચોરી કરતા ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution