નેપાળમાં પૂરને કારણે બેંકની સોના-ચાંદી સહિત ૪૩.૫ અબજની રકમ તણાઈગઇ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, ઓગ્સ્ટ 2026  |   3564

નેપાળના ભોટેકોશી નદીમાં આવેલ અચાનક પુરના કારણે રસુવા-નુવાકોટ જિલ્લામાં બેકિંગ વ્યવસ્થાને મોટું નુકસાન થયું છે. પુરની ઝપેટમાં અહી ૧૧ કોમર્શિયલ બેંકની ૧૭ શાખાઓ પાણીમાં તણાય છે. આ શાખામાં અંદાજે ૪૩.૫ અરબ નેપાળી રૂપિયાની જમા રકમ અને ૨૪.૨ અરબ નેપાળી રૂપિયાનું કર્જ હતુ. આ શાખાઓ સાથે જાેડાયેલા ૭૩,૨૭૫ જમા ખાતા અને ૨,૧૨૫ લોન ખાતા હતા.

આનો મતલબ એ નથી કે, ૪૩.૫ અરબ રૂપિયાની રકમ પૂરમાં તણાઇ છે. આ રીતે ૨૪.૨ અરબ રૂપિયા આ ગ્રાહકોને આપેલા લોનનો આંકડો છે. પૂરના કારણે રસુવા અને આસપાસ કહેવાતા વિસ્તારોમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. આ પ્રોજેક્ટમાં બેંકનું મોટું રોકાણ છે પરંતુ આ મોટી લોન સામાન્ય રીતે અનેક બેંકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને બેંકના કેન્દ્રીય કાર્યાલય દ્વારા મંજૂર કરવામાં આવે છે. તેથી, હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં બેંકોના રોકાણો હોવા છતાં, આ ભંડોળ સ્થાનિક શાખાઓના ડિપોઝિટ અને લોન ડેટામાં સામેલ નથી.પૂર પછી શનિવાર સાંજ સુધી ૩૫ બેકિંગ કર્મચારીઓ સાથે સંપર્ક થયો નથી. જેમાં ૨૭ કોમર્શિયલ બેંક, ૬ માઇક્રોફાઇનાન્સના અને ૨ કર્મચારીઓનો સમાવેશ થાય છે જેઓ આ વિસ્તારના પ્રવાસ પર હતા. બેંક અને નાંણાકીય સંસ્થા આ ગુમ કર્મચારીઓના ફોટો અને ઓળખની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. જેનાથી શોધખોળમાં મદદ મળી શકે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution