લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026 |
1485
પાસોદરા પાટીયા સ્થિત સૌરાષ્ટ્ર ટાઉનશિપમાં ગઈ રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ૭ વર્ષની માસૂમ બાળકીનું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સોસાયટીના આંતરિક માર્ગ પર રમી રહેલી બાળકીને મહિન્દ્રા મરાઝો કારની ટક્કર વાગતાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેનું મોત નિપજ્યું હતું.
પાસોદરા પાટીયા સ્થિત સૌરાષ્ટ્ર ટાઉનશિપ વિભાગ-૧માં રહેતા ૩ વર્ષીય સંજય ધીરૂ બોરડ હીરા ઉદ્યોગમાં મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે રાત્રે તેમની ૭ વર્ષીય પુત્રી જન્નત સોસાયટીના માર્ગ પર અન્ય બાળકો સાથે રમી રહી હતી. તે દરમિયાન સૌરાષ્ટ્ર ટાઉનશિપમાં રહેતા ૩૫ વર્ષીય અજય નરસિંહ પોશીયા મહિન્દ્રા મરાઝો કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તેમણે બેદરકારી અને ગફલતભરી રીતે કાર હંકારી જન્નતને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં જન્નતનાં માથામાં ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર માટે ગ્લોબલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ફરજ પરનાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.