પૂરમાં તણાયેલી બેંકની તિજાેરીમાંથી ૯૨ લાખ ચોરાયા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓગ્સ્ટ 2026  |   2178

નેપાળની હાલત અત્યારે ઘણી ખરાબ છે. પૂર બાદ નેપાળનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજુ પણ અંદાજે ૨૫૦૦થી વધારે લોકો ગુમ છે. આવી પરિસ્થિતિ વચ્ચે નેપાળ પોલીસે ૨૯ લોકોની ધરપકડ કરી છે. આ તમામ પર પૂરના પાણીમાં તણાઈને આવેલા બેંકના સેફ બોક્સને તોડીને તેમાંથી પૈસા ચોરવાનો આરોપ લાગ્યો છે.

ધરપકડ કરાયેલા શખ્સો પાસેથી ૯૨ લાખ ૬૮ હજાર ૫૦૫ નેપાળી રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ આખી કાર્યવાહી નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળની સંયુક્ત ટીમે મળીને કરી હતી. પોલીસ અધિકારી શૈલેન્દ્ર થાપાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પૂરના પાણીમાં કોઈ બેંકનું સેફ બોક્સ તણાઈ ગયું હતું અને તે ત્રિશૂલી નદીના કિનારે પહોંચી ગયું હતું. ત્યારબાદ કેટલાક લોકોએ મોકાનો ફાયદો ઉઠાવીને સેફ બોક્સ તોડવા પ્રયાસ કર્યો, જેથી તેમાં રાખેલી રકમ કાઢી શકાય. પોલીસને આની જાણ થતાં જ ઘટના સ્થળે ટીમ મોકલવામાં આવી અને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. ડ્ઢજીઁ પ્રકાશ દાહાલે પણ આ ધરપકડની પુષ્ટિ કરી છે. હજુ તપાસ કરવામાં આવી રહી છે કે આ આખા મામલામાં અન્ય કોણ-કોણ સામેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution