ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના ચમન શહેરમાં સોમવારે એક ઈમારત પાસે ભયાનક વિસ્ફોટ થયો છે, પાકિસ્તાની મીડિયાએ જણાવ્યા પ્રમાણે, આ વિસ્ફોટમાં પાંચ લોકોના મોત અને અન્ય 20 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનનું ચમન શહેર અફઘાનિસ્તાન સરહદ પાસે આવેલું છે. જાે કે હજુ સુધી આ વિસ્ફોટ પાછળનું કારણ અકબંધ છે. સાથે જ કોઈ વ્યક્તિ કે સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે, શહેરના માલ રોડ વિસ્તારમાં એક મોટરસાઈકલ પર આઈઈડી લગાડવામાં આવ્યો હતો.વિસ્ફોટ એટલો ભયાનક હતો કે પાસે આવેલા એક મિકેનીકની દુકાન આગ લાગવાના કારણે દુકાન નષ્ટ થઈ ગઈ. સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે, જ્યારે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. હજુ સુધી કોઈ વ્યક્તિ કે સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. વડાપ્રધાન ઈમરાન ખાને ચમન વિસ્ફોટની નિંદા કરી અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની જલદી સાજા થવાની પ્રાર્થના કરી. તાજેતરના મહિનામાં બલૂચિસ્તાનમાં હુમલામાં વધારો થયો છે. 21 જુલાઈએ તુર્જબ બજારમાં વિસ્ફોટ થયો હતો.