ભરૂચ. કોરોના સંક્રમણથી વધતા રોગીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. વધતા કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા અટકાવવા માટે આમોદ નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ, વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ નગરના આગેવાનો નગરપાલિકા સભાખંડ ખાતે ઉપસ્થિત રહી એક મિટિંગનું આયોજન કર્યું હતું. નગરમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે રવિવાર તેમજ સોમવાર બપોરે બે થી સવારના છ વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આમોદ નગરના વેપારીઓ તેમજ પાલિકા પ્રમુખ સાથે બેઠક દરમિયાન આરોગ્ય તંત્ર દ્વારા ઘરે ઘરે ફરીને સર્વે કરવાની કામગીરી કરવા સૂચન કરવા કર્યું હતું. અને જાે બે દિવસમાં પણ કોરોના સંક્રમણ ઓછું નહીં થાય તો સંપૂર્ણ કડક લોકડાઉન લાવવા માટે હાજર સૌ કોઈએ સહમતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર સહિત તાલુકામાં સરેરાશ ૧૦ થી વધુ લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે ત્યારે આમોદ નગરમાં લોકોની પણ લોકડાઉન કરવાની માંગ રહી હતી.

ઝાડેશ્વર અને ભોલાવમાં આરટીપીસીઆર ટેસ્ટ કેમ્પ યોજાયા

ભરૂચ, ભરૂચમાં વધતા જતા સંક્રમણને નાથવા અને ખાનગી લેબોરેટરીઓમાં ઉભરાતા કોરોનાના ટેસ્ટ માટેના લોકોની સમસ્યાને ધ્યાને લઈ ભરૂચમાં ત્રણ સ્થળે આરટીપીસીઆર ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા. ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલા લીમ્બાચીયા વાડીમાં સરકાર દ્વારા વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેરના વધી રહેલા સંક્રમણ સામે ટેસ્ટિંગ વધારવાના આશય સાથે આરોગ્ય શાખા દ્વારા આરટીપીસીઅર ટેસ્ટ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝાડેશ્વર અને ભોલાવ વિસ્તારના ત્રણ અલગ અલગ સ્થળો પર કોરોના ટેસ્ટિંગ ઇ્‌ઁઝ્રઇ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઝાડેશ્વર ખાતે આવેલા લીમ્બાચીયા વાડી તથા ભોલાવ જ્યોતિનગર મહાદેવ મંદિરના કેમ્પસમાં અને રંગ કુટિર ખાતે વિશેષ આરટીપીસીઆર ટેસ્ટ કેમ્પ રાખવામાં આવેલ હતા.જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.ઝાડેશ્વર ખાતે આવેલા લીમ્બાચીયા વાડીમાં જિલ્લા પંચાયત સદસ્ય શૈલાબેન પટેલે કેમ્પની મુલાકાત લીધી હતી.