વડોદરા,તા.૨૦

મહારાજા સયાજીરાવ યુનિવસિર્ટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે દરવર્ષે અનેક સાંસક્‌ૂતિક કાર્યક્રમોનું આયોજન કરવામા આવે છે. આ વર્ષે વિદેશી વિદ્યાર્થીઓ માટે કલ્ચરલ પરેડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૫૨ દેશોમાં ૫૦૦ થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. અને વિદેશી વિદ્યાર્થીઓએ પોતપોતાના દેશની સંસ્કૂતિ સંબધિત કલાને રજુ કરી હતી. ભારતીય વિધાર્થીઓ સહિત યુનિની વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા વિદેશીઓ વિદ્યાર્થીઓ એકબીજાનાં અલગ અલગ દેશોની સંસ્કૃતિઓ અને કલાને પણ ઓળખતા થાય તે હેતુથી આ કલ્ચરલ પરેડનું આયોજન મહત્વપુર્ણ રહ્યું હતુ.કલ્ચરલ પરેડ કાર્યક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપુર્વક ભાગ લિધો હતો. યુનિમાં આ વર્ષે ૧૫૦ થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાં આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓની સંખ્યા નોંધપાત્ર છે.તે સિવાય નેપાળ, શ્રીલંકા, ભુતાન, બાંગ્લાદેશ સહિત મીડલ ઇસ્ટ દેશોનાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. ભારત સરકાર અને દેશની યુનિવસિર્ટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમો હેઠળ અભ્યાસ માટે આવે તે માટે ખાસ પ્રોત્સાહન યોજનાઓ અને કાર્યક્રમો જાહેર કર્યા છે. ભારત સરકારનાં સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સ અને સ્ટડી ઇન ઇન્ડિયાનાં પ્રોગ્રામ હેઠળ પણ યુનિ. કાર્યરત છે જેથી આગામી વર્ષથી વધુ સંખ્યાંમાં વિદેશી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરી શકાય.