/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ડીજેના સ્પીકર્સમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપાયો 

વડોદરા, તા. ૮

ડીજેના ધંધાની આડમાં વિદેશી દારૂના ધંધો કરતા ફતેગંજના બૂટલેગરના ફ્લેટમાં પીસીબીની ટીમે ગત બપોરે દરોડો પાડ્યો હતો. દરોડામાં બૂટલેગરે તેના ફ્લેટના બેડરૂમ અને ડ્રોઈંગરૂની દીવાલની પાર્ટિશનની વચ્ચે બનાવેલા ચોરખાના તેમજ ડીજેના મોટા સ્પિકરોની અંદર છુપાવેલી ૩ લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની ૪૮૦ બોટલો ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી હતી.

પીસીબીની ટીમને ગઈ કાલે માહિતી મળી હતી કે ફતેગંજના કમાટીપુરા સ્થિત સ્લમ ક્વાટર્સમાં રહેતો ૩૨ વર્ષીય પ્રદીપ ઉર્ફ પીન્ટુ ધનેશ ગવલી (કહાર) ડીજેના ધંધાની આડમાં વિદેશી દારૂનો પણ ધંધો કરે છે તેમજ તેણે ફતેગંજ કોન્વેન્ટ સ્કુલની પાછળ ઉર્મિ એપાર્ટમેન્ટમાં આવેલા તેની માલિકીના ફ્લેટમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. આ વિગતોના પગલે પીસીબીની ટીમે પ્રદીપ કહારના ફ્લેટ પર દરોડો પાડ્યો હતો.

દરોડામાં પ્રદીપ ફ્લેટમાં ઝડપાતાં પોલીસે તેને સાથે રાખીને ફલેટમાં તપાસ કરી હતી જેમાં તેણે રસોડાની બારી નીચે બનાવેલું ચોરખાનું મળ્યું હતું પરંતું ત્યાંથી કશું નહી મળતાં પોલીસે ફ્લેટમાં ઘનિષ્ટ તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણ થઈ હતી કે પ્રદીપે તેના બેડરૂમ તેમજ ડ્રોઈંગરૂમની દિવાલોમાં પાર્ટીશન બનાવીને બે ચોરખાના બનાવ્યા છે. પોલીસે આ દિવાલોની આગળ મુકેલા ડીજેના સ્પિકરો તેમજ તિજાેરી હટાવતા જ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલો મળી હતી. આ ઉપરાંત પોલીસે બંને રૂમમાં મુકેલા ડિજેના સ્પિકર બોક્ષમાં તપાસ કરતાં તેમાં પણ છુપાવેલી વિદેશી દારૂની છુટ્ટી બોટલો મળી હતી.

પોલીસે ચોરખાના તેમજ ડીજેના બોક્સમાંથી મળેલી ૩ લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની ૪૮૦ બોટલો તેમજ ડીજેના કુલ નાના મોટા ૧૧ બોક્સ, ૩ મોબાઈલ ફોન, વિદેશી દારૂના વેચાણના રોકડા ૨૦,૫૦૦ સહિત ૬.૩૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રદીપની ધરપકડ કરી હતી. પ્રદીપને વિદેશી દારૂનો જથ્થો આપનાર તેમજ તેના દારૂનું વેચાણ કરી તેની ઉઘરાણી કરતા પવન, રવિ અને મહિડાને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ ત્રણેય વોન્ટેડ આરોપીઓના મોબાઈલ ફોન નંબરના આધારે તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution