વલસાડ, વલસાડ ના સંકર તળાવ ગામે નેશનલ હાઇવે નંબર ૪૮ પર હાઇવની માર્જીન ની જગ્યા પર દબાણ કરી ધમધમતી બાલાજી કંપની તેના જ કામદારો ના પ્રશ્રો ને લઈ ભૂતકાળ માં અનેક વાર વિવાદ માં આવી ચુકી છે વેફર બનાવતી બાલાજી કંપની તેની સિક્યુરિટી ઓફીસ અને વેફર વેચવા માટે ના રિટેલ કાઉન્ટર રૂમ, હાઇવે ની માર્જિન ની જગ્યા માં દબાણ કરી બાંધકામ કર્યા હોવા ને લઈ વલસાડ જિલ્લા ભર માં ચર્ચિત બની છે વેફર બનાવતી આ કંપની રાતદિવસ કાર્યરત હોવા થી જીવન જીવવાના મહત્વ ત્રણ માધ્યમ પૃથ્વી ,વાયુ અને જળ ને પ્રદૂષિ કરી રહી છે.  

કંપની માથી નીકળતા વેસ્ટજ કેમિકલ યુક્ત પાણી નજીકની ખાડીમાં નિકાલ કરાતા હોવા થી આ પાણી જમીન ની સાથે સાથે જમીન ના પેટાળ માં રહેલ પાણીમાં ભળી જઇ પીવાના પાણી ને પણ પ્રદુષિત કરે છે.કંપની માંથી રાત દિવસ નીકળતો ધુમાડો વાયુમંડલ માં ભળી જઇ શુદ્ધ વાતાવરણ ને પ્રદુષિત કરે છે .

કંપની દ્વારા થતા પ્રદૂષણને કારણે આસપાસનો વિસ્તાર જનજીવન માટે નકારાત્મક બન્યો છે અહીંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોએ દુર્ગંધ ને કારણે નાક દબાવીને પસાર થવા મજબુર બન્યા છે. વેફર બનાવવા માટે વાપરવા માં આવતા બટાકાને કેમિકલ યુક્ત પાણી થી ધોઈ વેસ્ટજ પાણીનો નિકાલ બાજુ માં રહેલી ખાડી માં કરતા હોવાની ગામ ના લોકો માં બુમ ઉઠી છે. આ ખાડી જે ગામો માંથી પસાર થઇ છે તે ગામો ના જમીન ના પેટાડ માં કેમિકલ મીશ્રીત પાણી પીવાના પાણી ના બોર ના ઝરણાં માં ઉતરી જઇ પીવાના પાણી નો પણ બગાડ કરી દે છે. હેંડપમ્પો માંથી કેમિકલ યુક્ત પાણી નિકળવાને કારણે લોકો હેન્ડપંપો નું ઉપયોગ કરતા બંધ થયા છે. ખાડી ના નજીક વિસ્તાર ની ઉપજાઉં જમીનો ને માઠી અસર થયા હોવાની માહિતી ખેડૂતો આપી રહ્યા છે.ત્રણ શિપ ચલાવતી બાલાજી કંપની નિરંતર ચાલુ રહેતી હોવા થી ચીમની માંથી ધુમાડો હવા માં નિરંતર ભળી જઈ વાયુમંડલ ને પ્રદુષિત કરે છે.જીવન ના ત્રણેય માધ્યમો જળ, જમીન અને વાયુ ને પ્રદુષિત કરવાના સાથે સાથે આ કંપની એ હાઇવે ઓથોરિટી ના કાયદા ને ઘોળી ની પી ગઈ હોવાનું સ્પષ્ટ હોવા છતાં પણ વલસાડ જિલ્લા ના વહીવટી તંત્ર આંખ આડે કાન કરી કામગીરી કરી રહ્યા ની લોકો માં બુમ ઉઠી છે. કંપની સંચાલક ઉચ્ચ રાજકીય આગેવાનો સાથે સંબંધ ધરાવતો હોવા થી અહીં પગલાં ભરવા માં સરકારી બાબુઓ ના હાથ ટૂંકા પડતા હોવાની ચર્ચા પણ ચકડોળે ચઢી છે.